ગુજરાત પોલીસે નવી ઍપ મેળવી, ગુનાના સ્થળેથી ઇ-પંચનામું તૈયાર કરીને સીધું જ કોર્ટમાં મોકલશે

ગુજરાત પોલીસે નવી ઍપ મેળવી

ઓનલાઈન એફ.આઈ.આર. નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે.

હવે કોઈપણ ગુનામાં પંચનામુ સીધું જ કોર્ટમાં જમા થાય તેવી એપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે.

રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા છે.

તેવા પોલીસ અમલદારોને તેમના મોબાઈલ ફોનમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે.

સાક્ષ્ય નામની આ એપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થાય છે.

જો કે, એપ્લિકેશનના આરંભે જ સર્જાયેલી અમુક સમસ્યા ઉકેલાય તેમ પોલીસ ઈચ્છે છે.

નવા કાયદા અમલમાં આવ્યા તે સાથે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન આવી છે .

તેમાં તપાસનીશ પોલીસ કર્મચારી, અધિકારીએ સાક્ષી, પંચનામુ, જડતી કાર્યવાહીની વિડીયોગ્રાફી પોતાના મોબાઈલ ફોનથી

કરી આ એપ્લિકેશન ઉપર સ્થળ ઉપરથી લાઈવ જ મોકલી આપવાની રહે છે.

ગુજરાત પોલીસે નવી ઍપ મેળવી

નવી આધુનિક પદ્ધતિથી પોલીસ-કોર્ટ વચ્ચે સંકલન અને કાર્યવાહી ઝડપી બનશે.

તપાસનિશ પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટોગ્રાફ, બે પંચના ફોટોગ્રાફ, નામ – સરનામા સહિતની

વિગતો આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહે છે.

જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઈલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી એપ્લિકેશનમાં તપાસનિશે

અપલોડ કરવાનું ગત જુલાઈ મહિનાથી ફરજીયાત બનાવાયું છે. 

આ વિગતો બનાવ બન્યો હોય તે સ્થળ જે કોર્ટમાં આવતું હોય તે અદાલતમાં જ સીધી જમા થઈ જાય છે.
 
આ એપ્લિકેશન અપલોડ થાય એટલે પોલીસને ઈ-સાક્ષ્ય પંચનામુ કર્યાનું પ્રમાણપત્ર ઓનલાઈન જ મળી જાય છે
 
આઘુનિક એવી આ નવી પઘ્ધતિમાં રહેલી ત્રુટિઓથી પોલીસ પરેશાન પણ છે.
 
સમસ્યા એ છે કે, પોલીસે આ ઈ-સાક્ષ્ય પંચનામાની ત્રણ સી.ડી. અથવા તો ત્રણ પેનડ્રાઈવ તૈયાર કરવી પડે છે.
 
48 કલાકમાં જ આ સી.ડી. કે પેનડ્રાઈવને મુળ પંચોની રૂબરૂમાં જ સીલ કરીને કોર્ટમાં રજુ કરવાનું કહે છે.
 
બીજી પેનડ્રાઈવ વ્યવસ્થિત રીતે સ્ટોરેજ કરવાની રહે છે.
 
ગત જુલાઈ મહીનાથી અમલમાં આવેલી આ પઘ્ધતિનો અમલ અમદાવાદ સહિત રાજ્યના ઘણાં ખરાં પોલીસ સ્ટેશનમાં અમલ થતો નથી. 

90 દિવસ થતાં ચાર્જશીટ સાથે કોર્ટ ઈ-પંચનામા માગતી હોવાથી અમદાવાદ પોલીસ મૂંઝવણમાં

ગાંધીનગરથી આદેશ મુજબ ગત જુલાઈથી સાક્ષ્ય એપ્લિકેશન અમલમાં આવી ગઈ હતી.

વાસ્તવિક પંચનામુ આ એપ્લિકેશનથી વાસ્તવિક સમયે જ સીધું કોર્ટમાં જમા થઈ જાય

એટલે પોલીસને તેમની એપ્લિકેશન ઉપર જ પંચનામુ મળી ગયાનું પ્રમાણપત્ર મળે છે.

ચાર્જશીટ સમયે પોલીસે આ પ્રમાણપત્ર મુકવાનું રહે છે.

હવે સ્થિતિ એ સર્જાઈ છે કે, 60 કે 90 દિવસે ચાર્જશીટ થયાં હોય તેવા અનેક ગુનામાં પોલીસે સાક્ષ્ય એપ્લિકેશનથી ઈ- પંચનામા રજૂ કર્યાં નથી.

અને અમુક કોર્ટ ઈ-પંચનામા માંગે છે. 

ત્રણ મહિનામાં આવેલી ‘ઓનલાઈન ફરિયાદો’માં શું કાર્યવાહી કરી?

પ્રજાજનો હવે ઓનલાઈન ફરિયાદો કરી શકે છે.

સામાન્ય, શરીર સંબંધિત અને મિલકત સંબંધિત કોગ્નીઝેબલ અને નોન-કોગ્નીઝેબલ ગુના પોલીસના પોર્ટલ, એપ્લિકેશન,

ઈ-મેલ કે વોટ્‌સ એપથી ઓનલાઈન નોંધાવી શકાય છે.

ઓનલાઈન ફરિયાદના ત્રણ દિવસમાં ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવાય છે.

ફરિયાદી ત્રણ દિવસમાં આવ્યા કે બોલાવાયા કે નહીં તેમજ ફરિયાદીને બોલાવાયા ન હોય તો ઓનલાઈન ફરિયાદનો નિકાલ થયો કે કેમ?

તે અંગે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનો પાસે વિગતો મગાવવામાં આવી છે.

સપ્ટેમ્બરથી નવેમ્બર, ત્રણ મહિના દરમિયાન ઓનલાઈન ફરિયાદો અંગે શું કાર્યવાહી થઈ .

તેનો રિવ્યુ ડીજીપી દ્વારા યોજાનારી ક્રાઈમ કોન્ફરન્સમાં કરવામાં આવનાર છે.

પંચનામાના ઈ-પુરાવાથી સજાનું પ્રમાણ વધશે

ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, કોઈપણ સ્થળનું લાઈવ અને વાસ્તવિક પંચનામુ આ એપ્લિકેશનથી વાસ્તવિક સમયે જ સીધું કોર્ટમાં જમા

થઈ જાય છે.

સાક્ષ્ય એપ્લિકેશનથી રજૂ થયેલા પંચનામામાં સાક્ષી અને પંચનામાના વીડિયો હોય છે જે ઈ-પુરાવા ગણાય છે.

આવા ઈ-પુરાવાથી સાક્ષી હોસ્ટાઈલ થવાની કે નકલી સાક્ષી રજૂ થવાની ઝંઝટ દૂર થવા સાથે જ અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ થશે

અને કેસોમાં સજાનું પ્રમાણ વધશે. પંચો ફોડવા સહિતની પ્રવૃત્તિ કરતાં આરોપીઓની કારી હવે ફાવશે નહીં.

 

READ   MORE :

મુસ્લિમ બહુમતી તરફ દોરી જઈ રહ્યું છે મમતા સરકારનું અલ્લાહનું કાવતરું?

Vadodara : દુલ્હનના પોશાકમાં નવો ટ્રેન્ડ: ચાંદીના તારથી તૈયાર કરવામાં આવતી ભવ્ય ગુંથણીઓ

Share This Article