હવામાન વિભાગ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો 1 ઓક્ટોબરના
રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ફક્ત 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે
રાજ્યમાં વરસાદની વિદાય થવાને હવે થોડા દિવસોની વાર છે.
તેવા સમયે વરસાદનું જોર ઘટી રહ્યું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો 1 ઓક્ટોબરના રોજ
સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ફક્ત 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા 12 કલાકમાં ત્રણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
આ તાલુકામાં વરસાદ વરસ્યો છે
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે.
જલાલપોરમાં 46 મીમી (1.81 ઇંચ), સુત્રાપાડામાં 30 મીમી(1.18 ઇંચ), પલસાણા 27 મીમી(1.06 ઇંચ),
નવસારી 23 મીમી, વિજયનગર 11 મીમી અને રાજુલામાં 2 મીમી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 ઓક્ટોબર દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી,
વલસાડ , દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
પ્રદેશના બાકી ભાગમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
લઘુતમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તન તાપમાન 36 ડિગ્રી રહેવાની સંભાવના છે.
3 ઓક્ટોબરના રોજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી,
વલસાડ , દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
સિઝનનો 137.43 ટકા વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 137.43 ટકા વરસાદ નોંધાયો હતો.
જો ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં 18486 ટકા, ઉત્તર ગુજરાતમાં 114.87 ટકા, પૂર્વ મધ્ય
ગુજરાતમાં 132.91 ટકા, સૌરાષ્ટ્રમાં 147.49 ટકા, દક્ષિણ ગુજરાતમાં 141.10 ટકા વરસાદ નોંધાયો છે.
Read More : Gold Price : સોમવારના રોજ લગભગ એક ટકાના ઘટાડા પછી આજે સોનાના દરે તેની જમીન જાળવી રાખી છે.