જસ્ટિસ વર્માની નિમણૂક પર
અલ્લાહાબાદ હાઈકોર્ટના વકીલોએ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.
સેંકડો વકીલો જસ્ટિસ યશવંત વર્માનો જોરદાર વિરોધ કરી રહ્યા છે.
ગેટ નંબર 3 પર પહોંચેલા વકીલોએ અનિશ્ચિત સમયની હડતાળનું એલાન કરી દીધું છે.
અલ્લાહાબાદ બાર એસોસિયેશન ખુલીને મેદાનમાં ઉતરી આવ્યું છે.
વકીલોનું કહેવું છે કે, ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા જજ અમને સ્વીકાર્ય નથી.
તેમની માગ છે કે દિલ્હી હાઈકોર્ટથી તેમનું ટ્રાન્સફર અલ્લાહાબાદ ન કરવામાં આવે.
આ મુદ્દે અલ્લાહાબાદ બાર એસોસિયેશને અગાઉ પણ કહ્યું હતું કે, ‘અલ્લાહાબાદ હાઈકોર્ટ કોઈ ”કચરાપેટી” નથી કે ભ્રષ્ટાચારના આરોપીઓને
ન્યાય માટે અહીં મોકલી દેવામાં આવે.
જસ્ટિસ વર્માની નિમણૂક પર
અલાહાબાદ હાઈકોર્ટ એ કોઈ ‘ કચરાપેટી’ નથી
અનિલ તિવારીએ કહ્યું કે, આપણી લડાઈ કોઈ જજ સામે નથી પણ સિસ્ટમ સામે છે.
અહીં મહેનતુ ન્યાયાધીશો છે, હવે તેમની છબી જોખમમાં છે. અલ્લાહાબાદ હાઈકોર્ટને ‘કચરાપેટી’ માનવામાં આવી રહી છે.
જો કોઈ જજની ભ્રષ્ટાચારના આરોપસર બદલી થઈ રહી હોય, તો તેમને અલ્લાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.
ખામીઓને દૂર કરવાના બદલે, જો ખામીઓ ધરાવતા લોકોને અહીં ટ્રાન્સફર કરવામાં આવે તો સિસ્ટમ ખતમ થઈ જશે.
READ MORE :
ગુજરાતમાં મકાન ખરીદવા માટે રાહત: નવા જન્ટ્રી દરો અજમાશે નહીં!
સમગ્ર મામલો એ શુ છે ?
તાજેતરમાં જસ્ટિસ યશવંત વર્માના દિલ્હી સ્થિત સત્તાવાર નિવાસસ્થા પર એક ફાયરફાઈટિંગ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી
આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
જોકે, સૂત્રોના જણાવ્યું કે, આ સમય દરમિયાન જસ્ટિસ વર્મા શહેરની બહાર હતા.
આ વચ્ચે તેમના ઘરની બહારથી બળી ગયેલી નોટોના બંડલોની તસવીરો સામે આવી હતી.
કાટમાળ પણ બળી ગયેલો મળી આવ્યો હતો. તેમાં બળી ગયેલી નોટો પણ જોવા મળી હતી.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે ‘કેશ કાંડ’ અંગે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો.
આ મામલો સામે આવ્યા બાદ અલ્લાહાબાદ હાઈકોર્ટ બાર એસોસિયેશને ભ્રષ્ટાચારના આરોપોને લઈને જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની માંગ કરી છે.
બાર એસોસિયેશને પોતાની જનરલ બોડી મીટિંગમાં 11 ઠરાવો પસાર કર્યા હતા.
જેમાંથી મુખ્ય માગ એ હતી કે સીબીઆઈ અને ઈડીને જસ્ટિસ વર્મા સામે કેસ નોંધવાની મંજૂરી આપવામાં આવે.
READ MORE :
યશવંત વર્માના વિવાદિત કેસ પર સુપ્રીમ કોર્ટનો આકરો નિર્ણય!
દક્ષિણ કોરિયાના જંગલોમાં ભયાનક આગ, 30 હેલિકોપ્ટર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ