સિંગર હિમેશ રેશ્મિયાના પિતા વિપિન રેશમિયાનુ નિધન ,સંગીત જગત માટે એક આધાતજનક શોક

સિંગર હિમેશ રેશ્મિયાના પિતા વિપિન રેશમિયાનુ નિધન એ કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ 18 સપ્ટેમ્બરે

અવસાન થયું હતું. 

હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયા, જેઓ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, તેમનું અવસાન થયું. તેઓ 87 વર્ષના હતા.

વિપિન રેશમિયાનુ નિધન

તેમણે વય-સંબંધિત બિમારીઓ સામે લડ્યા બાદ 18 સપ્ટેમ્બરે રાત્રે 8:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમને મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બર ગુરૂવારે જુહુમાં કરવામાં આવશે.

 

હિમેશની તેના પિતા સાથેની પહેલી રચના

તાજેતરમાં, ગણેશ ચતુર્થીના પવિત્ર પ્રસંગ દરમિયાન, હિમેશે તેનું પ્રથમ ભક્તિ ભજન, ગણપતિ ગણજાનન રજૂ કર્યું.

આ ભજન એ તેના પિતા દ્વારા રચવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં હિમેશનો તેના પિતા સાથેનો પ્રથમ સહયોગ પણ હતો.

કિશોર કુમાર અને સ્વ.લતા મંગેશકર સાથે હિમેશના પિતા ના ગીત વિશે જાણીએ

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, હિમેશે ખુલાસો કર્યો કે તેના પિતાએ એક ગીત બનાવ્યું હતું.

જે દિવંગત સુપ્રસિદ્ધ ગાયકો, લતા મંગેશકર અને કિશોર કુમાર દ્વારા ગાયું હતું, પરંતુ તે ક્યારેય રિલીઝ થયું ન હતું.

મને લાગે છે કે આ ગીત અત્યાર સુધીની શ્રેષ્ઠ ક્લાસિક ધૂનો પૈકીની એક છે જે તમામ સંગીત પ્રેમીઓ માટે બજારમાં આવવી જોઈએ.

અને હું ટૂંક સમયમાં આ ગીત ને બજારમાં લાવીશ.

મારા પિતાએ તેને ખૂબ પ્રેમથી કંપોઝ કર્યું હતું અને મને ખુશી છે કે આ ગીત તમારા બધા માટે ટૂંક સમયમાં બહાર આવશે.

જ્યારે તે બહાર આવશે અને તમે તેને સાંભળો ત્યારે તેને તમારો પ્રેમ આપો.

અમે આ અઠવાડિયે કિશોર કુમારના 100 ગીતો ખાસ અને #indianidol ના ખૂબ જ પ્રતિભાશાળી ગાયકો માટે શૂટ કર્યા છે.

હંમેશાની જેમ આ વખતે પણ બધા એ ખૂબ જ પ્રેમથી સુંદર ગાયું,”

 

વિપિન રેશમિયાએ સલમાનની ફિલ્મમાં સંગીત આપ્યું હતું

વિપિન રેશ્મિયા એ સલામાન ખાનની ફિલ્મ મા પોતાનુ સંગીત આપ્યુ હતુ.

આ દરમિયાન સલામાન ખાન ની મુલકાત હિમેશ રેશ્મિયા સાથે થઈ હતી.

તેના પછી હિમેશ રેશમિયા એ સલમાન ખાન ની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા મા સંગીત આપવાનો મોકો મળ્યો.

અને આના પછી સલમાન ખાન અને હિમેશ રેશમિયા ના સંબધો હમેશા થી ગાઢ જોતા મળ્યા છે.

વધુ વાંચો – tv1 Gujarati news channel

Share This Article