HMPV વાયરસને લઇ
HMPV વાયરસનો પહેલો પોઝિટિવ કેસ આવતાની સાથે જ ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે.
રેપિડ એક્શનના ભાગ રૂપે સરકારે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવાની સાથે વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી પણ ટૂંક સમયમાં
જાહેર કરવાની વાત કરી છે. HMPV વાયરસના બે કેસ બેંગલોરમાં અને એક કેસ ગુજરાતમાં નોંધાયો છે.
ગુજરાતમાં 2 માસની બાળકીનો કેસ સામે આવતા તંત્ર સફાળું જાગ્યું છે.
ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે ” ચિંતા કરવાની જરૂર નથી, વાયરસની ઇન્ટેન્સિટીના આધારે વિદેશથી આવતા
યાત્રીઓ માટે ગાઈડલાઇન નક્કી કરવામાં આવશે.” તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રમાંથી જે મુજબ ગાઈડ લાઇન આવશે
તે મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે.
શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો તેવા લક્ષણો આ વાઇરસમાં છે. વાઇરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ તૈયાર છે.
HMPV વાયરસને લઇ
રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત થઈ ગયો છે. અને કેસના મોનીટરીંગ, નિદાન, જનજાગૃતિ સહિતની વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
નાગરિકોએ HMPV વાઈરસના ચેપના લક્ષણો સમજીને શું કરવું અને શું ન કરવું એની સમજણ કેળવવી આવશ્યક છે.
હાલમાં ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ(HMPV)ના કેસો જોવા મળી રહ્યા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી.
વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે.
આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ
સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં HMPV વાઈરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને
સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે.
આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.
મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો
મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
વર્ષ ૨૦૦૧ થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે.
અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.
READ MORE :
ચીને ફરી બતાવ્યો જલ્વો! સમુદ્રમાં ઉભો કર્યો કૃત્રિમ ટાપુ, બનશે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ !
મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું ?
જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો. પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
READ MORE :
ચીનમાં HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે. ભારતને આનાથી કેટલો ખતરો છે?
“PMJAYમાં કાર્ડની અપ્રુવલ માટે નવી એજન્સી નિમણૂક: ગેરરીતિના મામલાની તપાસ શરૂ”
ટેક્સપેયર્સને રાહત : IT રિટર્ન ફાઇલ કરવાની અંતિમ ડેડલાઇન લંબાવવામાં આવી છે. નવી તારીખ નોંધો