IIM રાયપુર CAP 2025માંથી અલગ થશે, 2025-27 બેચ માટે સ્વતંત્ર પ્રવેશ પરીક્ષા યોજશે

IIM રાયપુર CAP 2025માંથી અલગ થશે

જાણીતી અગ્રણી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) રાયપુરે તેના પ્રતિષ્ઠિત બે વર્ષના એમબીએ

પ્રોગ્રામમાં આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ પરીક્ષા સ્વતંત્ર રીતે હાથ ધરવાની જાહેરાત કરી છે.

આઇઆઇએમ રાયપુર કોમન એડમિશન પ્રોસેસ (CAP) 2025નો ભાગ હશે નહીં.

અને ઉમેદવારોનું સીધું જ તેમના CAT સ્કોર્સ અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂના આધારે મૂલ્યાંકન કરશે.

આ પદ્ધતિ સંસ્થાના લક્ષ્ય અને ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

આ વ્યૂહાત્મક પરિવર્તન દ્વારા આઇઆઇએમ રાયપુર સંસ્થાની શિક્ષણ અને મેનેજમેન્ટના શિક્ષણમાં ઇનોવેશન

પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા અરજદારોને અરજી કરવાનો સરળ અને વ્યક્તિગત અનુભવ પ્રદાન કરશે.

આઇઆઇએમ રાયપુરનો બે વર્ષનો મુખ્ય એમબીએ પ્રોગ્રામ બિઝનેસ મેનેજમેન્ટ, એનાલિટિક્સ અને ઇનોવેટિવ

થિંકિંગવાળા આગેવાનો તૈયાર થાય એ રીતે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે

IIM રાયપુર CAP 2025માંથી અલગ થશે

READ  MORE  :

edible oil : ઘર માટે તેલનો ડબ્બો લાવતી વખતે વેપારીઓની ચાલાકીથી સાવધાન, નહીંતર થશે મોટું નુકસાન!

 

અરજદારોનું શોર્ટ લિસ્ટિંગ જાન્યુઆરી 2025થી શરૂ થશે.

પ્રવેશ માટે ઇન્ટરવ્યૂ દેશના આઠ શહેરો મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, લખનૌ, બેંગલુરુ, નવી દિલ્હી, ગુવાહાટી અને રાયપુર ખાતે યોજાશે.

ઇન્ટરવ્યૂની સંભવિત તારીખો 10મી ફેબ્રુઆરી 2025થી 9મી માર્ચ રહેશે.

પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો લાયકાત માટેના ધોરણો, પસંદગીની પ્રક્રિયા અને માર્ગદર્શિકાઓ સહિતની તમામ વિગતો સત્તાવાર

આઇઆઇએમ રાયપુર એડમિશન પોર્ટલ પરથી મેળવી શકશે.

પાછલા વર્ષોમાં મેનેજમેન્ટ માટેની અગ્રણી સંસ્થાએ મહિલા વિદ્યાર્થીઓનો નોંધપાત્ર હિસ્સો જાળવી રાખ્યો છે.

વર્ષ 2022-24ની બેચમાં સૌથી ઊંચી CTC વાર્ષિક રૂ. 42.29 લાખ, જ્યારે સરેરાશ CTC વાર્ષિક રૂ. 18.15 લાખ રહી હતી.

સમૃદ્ધ વારસા અને ઉદ્યોગો સાથે વધતી ઘનિષ્ટતાના પગલે ગયા વર્ષના પ્લેસમેન્ટમાં 116 કંપનીઓ ઉપસ્થિત રહી હતી, જેમાં 38 એકદમ નવી હતી.

સંસ્થા સતત એન્જિનિયરિંગ, વિજ્ઞાન, કોમર્સ, આર્ટ્સ, તબીબી, કાયદો, હોટેલ મેનેજમેન્ટ સહિત વિવિધ અભ્યાસશાખાઓમાંથી વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે.

શિક્ષણની ઉત્કૃષ્ટતાની સાથે વિવિધ સાંસ્કૃતિક, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા ખીલે એવી તકો પ્રદાન કરી રહ્યાં છીએ

તેના સમૃદ્ધ અને જકડી રાખનારા અભ્યાસક્રમ, ઉદ્યોગલક્ષી પ્રોજેક્ટ અને શીખવા માટેની પ્રયોગાત્મક તકો મારફતે પ્રોગ્રામ સુનિશ્ચિત કરે છે.

 

READ  MORE  :

અમદાવાદ : રમતગમતને પ્રોત્સાહન આપશે , મનપા દ્વારા 19 ક્રિકેટ મેદાનોનું નિર્માણ, અનેક લોકોની બેઠક વ્યવસ્થા !

ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે સાવચેતી જરૂરી: બાથરૂમમાં ગૂંગળામણથી 13 વર્ષની કિશોરીનું મૃત્યુ

Share This Article