ઇમરાનની પ્રતિષેધ રેલી પહેલા ઇસ્લામાબાદ “તાળાબંધ”; સત્તાવાળાઓએ ચુસ્ત પગલાં લીધાં

By dolly gohel - author
 
ઇમરાનની પ્રતિષેધ રેલી 
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને બંદીવાન કરાયાના વિરોધમાં આજે રવિવારે અહીં ૧ લાખથી વધુ લોકોની જબરજસ્ત રેલી નીકળી હતી.
 
આંચકાજનક વાત તો તે છે કે આ રેલીનું નેતૃત્વ ખૈબર પુખ્તુનવાના મુખ્યમંત્રીએ જ લીધું હતું.

આમ છતાં ઇમરાનખાનની પાર્ટી પાકિસ્તાન-તહેરિક-એ.ઈન્સાફ (પી.ટી.આઈ.) દ્વારા પાકિસ્તાન-બંધનાં એલાનને લીધે પીટીઆઈના

હજ્જારો કાર્યકરો માર્ગ ઉપર ઉતરી પડયા હતા, અને તેઓની સાથે જનસામાન્ય પણ જોડાયાં હતાં.

પરિણામે સરઘસમાં સંખ્યા ૧ લાખ જેટલી પહોંચી ગઈ હતી.

તેણે પોલીસે ઠેર ઠેર મુકેલા રોડ-બ્લોક્સ તોડી આગળ વધતાં પોલીસ અને રેલીના સભ્યો વચ્ચે ઘમાસણ યુદ્ધ શ

રૂ થઈ ગયું હતું. પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જનો આશ્રય લીધો. પરંતુ રેલીના નેતાઓએ આગે બઢો, ગુલામી કી જંજીરે તોડ દોના

જબરજસ્ત નારા સાથે પોલીસો ઉપર જ વળતા હુમલા શરૂ કરી દીધા હતા.

સરકારને પહેલેથી જ માહિતી હતી કે એક રેલી નીકળવાની છે, તેથી પહેલેથી જ જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દીધી હતી.

પાકિસ્તાનમાં જાહેર રજાનો દિવસ શુક્રવારનો છે. રવિવારે દુકાનો, સંસ્થાઓ કાર્યરત રહે છે. તેથી પાકિસ્તાનની સમવાયતંત્રી

સરકારે, આજે સમગ્ર શહેરમાં કડક તાળાબંધી જાહેર કરી દુકાનો અને સંસ્થાઓને બંધ રાખવા હુકમ કર્યો હતો. પહેલાં તો

ઈન્ટરનેટ આંશિક રીતે બંધ કરાયાં હતાં પરંતુ પછીથી સંપૂર્ણ બંધ કરી દીધાં. સમગ્ર શહેરમાં ૧૪૪મી કલમ પણ લાગુ પાડવામાં આવી હતી.

 

 

 

read more :

Gold Price Today : સોનાના ભાવ અત્યારે રેકોર્ડ ઊંચાઈથી ₹1850 જેટલા દૂર છે, શું આ અઠવાડિયે નવું શિખર સર કરશે?

ઇમરાનની પ્રતિષેધ રેલી

આ રેલીમાં ઈમરાનખાનનાં પત્ની બુશરા-બીબી જોડાયાં ન હતા.

તેઓએ કહ્યું કે તેવો ખૈબર-પખ્તુનવાના મુખ્યમંત્રી અલિ અમીન ગંડપુરનાં (ઇસ્લામાબાદ સ્થિત) નિવાસસ્થાને રહી તે રેલી જોશે.

સરકારની કઠોર તૈયારીઓ અને અત્યંત કડક પગલાંઓનો બચાવ કરતાં, પાકિસ્તાનનાં ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે કોર્ટનો

જ હુકમ છે કે રસ્તા-રોકો-આંદોલન ચલાવી લેવાશે નહીં તેમજ રસ્તા પર બેસી કે ટ્રેનના પાટા પર બેસી વાહન-વ્યવહાર અટકાવવો ચલાવી નહીં

લેવાય. આ હુકમનો જ અમે અમલ કરી રહ્યાં છીએ.

બીજી તરફ પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા અને પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાને એક નિવેદન

પ્રસિદ્ધ કરી જનતા ને મુક્તિ અને ન્યાય માટે આંદોલન કરવા આદેશ આપ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે આગચંપી, પથ્થરબાજી અને કોર્ટની ઇમારતને નુકસાન પહોંચાડવાના આરોપસર 18 લોકોની અટકાયત કરવામાં

આવી છે.

ફરિયાદ પ્રમાણે, ‘ઘર્ષણ દરમિયાન પોલીસે બે વાહન અને સાત મોટરસાયકલને સળગાવી દીધી હતી.

અને પોલીસ થાણા પ્રભારીનું સરકારી વાહનમાં પણ તોડફોડ કરી હતી.

ઇમરાન ખાન કોર્ટમાં હાજર થવા માટે લાહોરથી ઇસ્લામાબાદ આવ્યા હતા. તેમની સાથે સમર્થકો પણ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.

જનતાનો-ખાસ કરીને બુદ્ધિજીવીઓનો તે સામે સખત વિરોધ છે,

આ આંદોલનનું અન્ય કારણ તે પણ છે કે પાકિસ્તાનની મોટા ભાગની જનતા, ફેબુ્રઆરી ૮મીએ યોજાયેલી ચૂંટણીમાં ગોલમાલ કરાઈ હોવાનું માને છે.

સાથે બીજો વિરોધ તે છે કે તાજેતરમાં પાકિસ્તાનનાં સંવિધાનમાં ૨૬મો સુધારો કરી, ન્યાયમૂર્તિઓની નિયુક્તિમાં ન્યાયમૂર્તિઓનાં કોલેજીયમને

બદલે સંસદને જ સત્તા આપવામાં આવે તે તાર્કિક દ્રષ્ટિએ જ અયોગ્ય છે. તેઓએ જનતાને સરકાર વિરુદ્ધ ઉશ્કેરી છે.

તેમાં ઇમરાનખાનની ધરપકડે પલિતો ચાંપતાં દેશના જુદા જુદાં શહેરોમાંથી આઠ-દિવસ પૂર્વેથી લોકો સરઘસ આકારે પાટનગરમાં એકત્રિત થયા હતા

અને આજે બપોરના ૩ વાગ્યાથી પ્રચંડ રેલી નીકળી હતી જેનું નેતૃત્વ ખૈબર પખ્તુનવાના મુખ્યમંત્રીએ લીધું હતું.

તેઓ બપોરે ૩ વાગ્યા પહેલાં પેશાવરથી અહીં આવી પહોંચ્યા હતા.

પીટીઆઈ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારે શનિવારે ઘર્ષણ દરમિયાન 25 સુરક્ષાકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારબાદ અવર જિલા તથા સત્ર ન્યાયાધીશ જફર ઇકબાલે સુનાવણી 30 માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી.

જિયો ન્યૂઝના અહેવાલ પ્રમાણે, પીટીઆઈ કાર્યકર્તાઓ અને વાંછિત નેતાઓ સામે અરજી દાખલ કરવામાં આવી હતી.

સમાચાર ચેનલે જણાવ્યુ હતુ કે, ઇસ્લામાબાદ પોલીસે ફાઇલ કરેલી અરજીમાં 17 પીટીઆઈ નેતાઓના નામ છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે, કાર્યકર્તાઓએ પોલીસ ચોકી અને કોર્ટનો મુખ્ય ગેટ ધ્વસ્ત કરી દીધો હતો.

 

 

read more :

કેનેડાનો મોટો યુ-ટર્ન, મોદી, જયશંકર, દોવલ પરનો નિજ્જર હત્યા કેસનો આરોપ નિરાધાર જણાવ્યો

 

 

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.