સરકારે ટેકસી સેવા શરૂ કરવાની તૈયારી, ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે મોટું પડકાર

By dolly gohel - author
સરકારે ટેકસી સેવા શરૂ કરવાની તૈયારી, ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે મોટું પડકાર

સરકારે ટેકસી સેવા શરૂ કરવાની તૈયારી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે, સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે.

આ અંતર્ગત કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોકો નોંધણી કરાવી શકશે.

આનાથી થનારો સંપૂર્ણ નફો સીધો ડ્રાઇવરને જશે અને તેની પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં.

અમિત શાહ સહકાર મંત્રાલય પણ સંભાળે છે અને આ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેમણે સંસદમાં આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, અત્યાર સુધી આવી ટેક્સી સેવાઓમાંથી મળતું કમિશન અમીર લોકોના હાથમાં જતું હતું અને ડ્રાઈવર બેરોજગાર રહેતા હતા.

હવે આવું નહીં થાય અને સહકારી ક્રાંતિ શરૂ થશે.

 

સરકારે ટેકસી સેવા શરૂ કરવાની તૈયારી

 

READ MORE :

કેન્સર, ડાયાબિટીસ સહિતની દવાઓની કિંમતમાં વધારો, દર્દીઓ માટે નવી ચિંતાઓ ઊભી થયી

સરકારે ટેકસી સેવા શરૂ કરવાની તૈયારી, ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે મોટું પડકાર
સરકારે ટેકસી સેવા શરૂ કરવાની તૈયારી, ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે મોટું પડકાર

સહકારી ટેકસી સેવા થોડા મહિનામા શરુ કરવામા આવી રહી છે.

કેન્દ્રીય મંત્રી ના જણાવ્યા મુજબ , સહકાર દ્વારા સમૃદ્ધિનો સૂત્ર ફક્ત એક સૂત્ર નથી, પરંતુ અમે તેને જમીન પર અમલમાં મૂક્યો છે.

સહકારી ટેક્સી સેવા થોડા મહિનામાં આવી રહી છે. આ સાથે એક સહકારી વીમા કંપની પણ ટૂંક સમયમાં આવશે.

તે ટૂંક સમયમાં દેશની સૌથી મોટી વીમા કંપની બનશે.

ઉબેર અને ઓલા જેવી કંપનીઓ સાથે મળીને ટેક્સી ચલાવતા ડ્રાઇવરોએ તેમની કમાણીનો હિસ્સો આપવો પડે છે.

સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવી પડે છે અને ડ્રાઇવરો દરેક રાઇડ પર કંપનીને એક નિશ્ચિત કમિશન પણ ચૂકવે છે.

સહકારી ટેક્સી સેવાઓના આગમન સાથે, દિલ્હી, મુંબઈ, લખનઉ, પટના, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા શહેરોમાં પરિવહન વ્યવસ્થામાં મોટો સુધારો થઈ શકે છે.

અત્યાર સુધી લોકોને ઓલા અને ઉબેર જેવી ટેક્સી સેવાઓ પર આધાર રાખવો પડે છે.

શરૂઆતના તબક્કામાં આ ટેક્સી સેવાઓથી ડ્રાઇવરોને ઘણો ફાયદો થતો હતો.

પરંતુ હવે કંપનીઓએ તેમનું કમિશન વધારી દીધું છે.

આવી સ્થિતિમાં ટેક્સી સેવામાંથી થતા નફામાં ડ્રાઇવરોનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટી ગયો છે.

 

READ MORE :

નીતિન ગડકરીની મોટી જાહેરાત : 6 મહિનામાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સની કિંમત પેટ્રોલ ગાડીઓ જેટલી હશે

RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.