India News શું સાઈબર ક્રાઈમથી ભારતીયો દરરોજ 60 કરોડની ઠગાઈનો સામનો કરી રહ્યા છે

By dolly gohel - author
21 02

India News 

ગુનો અને ગુનેગાર કદીય વિલુપ્ત થતાં નથી, ગુનાખોરીની પધ્ધતિઓ બદલાય છે.

પોલીસ અને ગુનાખોરીની દુનિયાના આ સત્ય વચ્ચે હાલ સાયબર ક્રાઈમ ગુનાખોરી ટોચ ઉપર છે.

તાજેતરમાં ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર દ્વારા આર્થિક ગુનાખોરીમાં સાયબર ક્રાઈમ

ટ્રેન્ડસ અંગેનો એક અહેવાલ જાહેર કરાયો તો ચોંકાવનારો છે. ચાલુ વર્ષે ઓગષ્ટ મહિના સુધીમાં જ દેશમાં સાયબર ક્રાઈમના

૧૧.૨૧ લાખ ગુના નોંધાયાં છે. નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ ઉપર દરરોજ મદદ માંગતા ૬૦ હજાર કોલ અને ૬૦૦૦ ફરિયાદો આવે છે.

ભારતીય નાગરિકો દરરોજના ૬૦ કરોડ જેટલી માતબર રકમ ગુમાવે છે. ગંભીર બાબત એ છે કે, સાયબર ક્રાઈમની ગુનાખોરી રોકવા માટે

પોલીસ એક કિસ્સામાં મુળ સુધી પહોંચે અને આવી ટોળકીને ઝેર કરે ત્યાં સુધીમાં નવા પ્રકારના ગુના સાથે બીજી ડઝનબંધ ટોળકીઓ સક્રિય

થઈ જાય છે.

વિશ્વભરમાં ફેલાયેલી સાયબર ક્રાઈમની માયાજાળ એવી છે કે જેનો ભોગ સામાન્ય કે ઓછું જ્ઞાાન ધરાવતાં નાગરિકો જ બને તેવું નથી.

21 02

 

raed more : 

બજાજ ઓટો, હીરો મોટો, મારુતિ અને અન્ય ઓટો શેરોમાં 12% સુધીનો ઘટાડો થયો

India News :હરિયાણામાં ભયાનક બસ અકસ્માત: શાળાના બાળકો સાથે શું થયું?

 

ગુજરાતની પોલીસ: આ વખતની ગુનાખોરીની રૌશની

ભણેલાં-ગણેલાં અને સાયબર સિક્યુરિટીનું જ્ઞાાન ધરાવતા લોકોને પણ સાયબર ગઠિયાઓ શિકાર બનાવે છે.

સાયબર ક્રાઈમ ગુનાખોરી ગુજરાત જ નહીં દેશભરની પોલીસ માટે પડકારરૂપ બની રહી છે. સાયબર ચાંચિયા માટે કોઈ

સરહદો નથી એટલે જ ગુજરાત જ નહં દેશભરની પોલીસ સંયુક્ત કામગીરી કરે તે માટે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ કાર્યાન્વિત છે.

કેન્દ્ર સરકાર સંચાલિક સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર દરરોજના ૬૦,૦૦૦ કોલ આવે છે તેમાંથી ૬૦૦૦ જેટલી ફરિયાદો નોંધાય છે.

એક અંદાજ મુજબ, સાયબર ક્રાઈમથી દેશમાં નાગરિકો દરરોજ ૬૦ કરોડ રૂપિયા ગુમાવે છે. આંચકારૂપ બાબત એ છે

કે, ૫૦ લાખથી વધુ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તેવી ફરિયાદોની સંખ્યા જ ૩૫ ટકા જેટલી છે.

આવી મોટી રકમ ગુમાવનારાંઓમાં મોટાભાગે ભણેલા ગણેલા લોકો જ હોય છે. 

ગુજરાતની વાત કરીએ તો વર્ષ ૨૦૨૩માં ગુજરાત સાયબર ક્રાઈમની ફરિયાદોમાં દેશમાં ત્રીજા ક્રમે રહ્યું હતું.

દેશમાં કુલ ૧૧.૨૮ લાખ ફરિયાદો નોંધાઈ હતી. સૌથી વધુ યુ.પી.માં ૧.૯૭ લાખ, મહારાષ્ટ્રમાં ૧.૨૫ લાખ પછી ગુજરાતમાં

૧.૨૧ લાખ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યાં હતાં અને ૬૦૦ કરોડ જેટલી રકમ ગુમાવી હતી. એ વાત એલગ છે કે,

ગુજરાત પોલીસે નેશનલ હેલ્પલાઈન સાથે સંકલન જાળવીને સીઆઈડી ક્રાઈમ હસ્તક સેન્ટ્રલ કમાન્ડ કન્ટ્રોલરૂમ કાર્યરત કર્યો છે

તેનાથી ૫૦ ટકાથી વધુ રકમ ત્વરિત ફરિયાદ થાય તો જે – તે બેન્ક એકાઉન્ટસમાંથી આગળ જતી અટકાવી દેવામાં આવે છે. 

21 03

 

India News 

સાયબર ક્રાઈમનો વ્યાપ ભારતમાં એ હદે વધ્યો છે કે, છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિ વર્ષ તેમાં વધારો થતો રહે છે.

દેશભરમાં પહેલી વખત જ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન ચીટિંગ આચરતી વિદેશી

ટોળકીના મુળ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.

માસ્ટર માઈન્ડ સહિત મુળ તાઈવાનના ચાર નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

એક વર્ષથી ચલાવાતી ઠગાઈની માયાજાળને કાપવામાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સફળતા મેળવી છે.

પણ, ચોંકાવનારી બાબત એ છે કે આવી ૫૦ જેટલી ટોળકીઓ દેશ અને વિશ્વમાં સાયબર ઠગાઈ આચરવા માટે સક્રિય છે. 

વાસ્તવિકતા એ છે કે, સાયબર ક્રાઈમ ગુનાખોરીનો એવો દરિયો છે

કે જેમાં દરરોજ જ નહીં દર મિનિટે નવા નવા ગઠિયાઓ અને પધ્ધતિ મોજાંની માફક આવતાં રહે છે.

સાયબર ગઠિયાઓને અંકુશમાં લેવા માટે ગુજરાત સહિત દેશભરના જિલ્લાના કુલ ૧૨૭૨૮ પોલીસ સ્ટેશનો સાયબર ક્રાઈમ પોર્ટલ સાથે

જોડવામાં આવ્યાં છે.

આમ છતાં, સાયબર ક્રાઈમ ગુનાખોરી રોકવી આસાન નથી.

કારણ કે, સાયબર ક્રાઈમની ગુનાખોરી માટે દરેક નાગરિક આસાન ટાર્ગેટ જ છે. સાયબર ક્રાઈમ થઈ જાય પછી ગુનેગાર સુધી પહોંચવું

પોલીસ માટે સરળ નથી. ઓનલાઈન ચીટિંગ આચરવા માટે નવા એકાઉન્ટસ કે નવી પધ્ધતિઓ અમલી બનાવવી આ ગઠિયાઓ

માટે આસાન બાબત છે. ગુજરાત અને દેશની પોલીસ નાગરિકોના પૈસાની હેરાફેરી અટકાવવા ભાડે આપવામાં આવતાં બેન્ક એકાઉન્ટસ

ઉપર પણ ધોંસ બોલાવે છે.   

 

read more : 

કમકમાટી ભર્યા 2 લોકોના મોત : અમરેલીમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો

International News : ઈલોન મસ્કની કંપનીમા કામ કરવાનો લાભ : આ કંપની શા માટે આ લોકોને પ્રતિ કલાક રૂ. 5000 ચૂકવે છે ?

હમઝાના મૃત્યુ પાછળનું સત્ય : શું આપણે બીજા 9/11 જેવા હુમલાનો સામનો કરવો જોશે?

 
 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.