India News
ભારતીય ચૂંટણી પંચે (Election Commission) આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓની
સાથે 48 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠક પરની ચૂંટણીની તારીખો જાહેર કરી છે.
આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં મુખ્ય
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ ચૂંટણીની જાહેરાત કરી છે.
ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે અને 23મીએ પરિણામ જાહેર કરાશે.
જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.
પેટા ચૂંટણીની વાત કરીએ તો દેશની કુલ 48 વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરે મતદાન યોજાશે.
જ્યારે કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકો માટે 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.
ઝારખંડમાં દ્વિ-તબક્કાનું મતદાન સુનિશ્ચિત
ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસબાની ચૂંટણીની તારીખ જાહેર કરીને બે તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે.
પંચની જાહેરાત મુજબ પ્રથમ તબક્કાનું મતદાન 13મી નવેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થશે.
જ્યારે બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે,
જ્યારે 23મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે. જાહેર મુજબ 22 ઓક્ટોબરે નોટિફિકેશન, નોમિનેશનની છેલ્લી
તારીખ 29 ઓક્ટોબર, નોમિનેશન સ્ક્રુટિની 30 ઓક્ટોબર, ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર રહેશે.
ઝારખંડ ચૂંટણી અંગે ચૂંટણી પંચે કહ્યું કે, 24 જિલ્લાની 81 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.
આ 81 બેઠકોમાંથી 44 બેઠકો જનરલ કેટેગરીની છે.
જ્યારે 9 બેઠકો એસસી માટે અને 28 બેઠકો એસટી કેટેગરી માટે અનામત છે.
India News
વોટર સુરક્ષા: મતદાન મથક પર ખુરશીઓની વ્યવસ્થા
ચૂંટણી પંચે કહ્યું કે, મતદાન વખતે મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે કેટલીક ખુરશીઓ મુકવામાં આવશે.
ખાસ કરીને મતદાન કરતી વખતે વૃદ્ધોને લાઈનમાં ન ઉભા રહેવું પડે તે માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવશે.
વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.
ચૂંટણીની તારીખોની જાહેરાત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે.
મહારાષ્ટ્ર વિશે માહિતી આપતા CECએ કહ્યું કે રાજ્યમાં કુલ 1,00,186 મતદાન મથકો બનાવવામાં આવશે.
Read more :
માળીયાહાટીના તાલુકાના અમરાપર ગામે મજુર પરિવારના એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો