India News મહારાષ્ટ્રમાં ભાજપ માટે તાજેતરના રાજીનામાનો શું અર્થ છે

By dolly gohel - author
19 01

India News

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે.

તમામ પક્ષો ઉમેદવારોના નામની યાદી બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે.

દરમિયાન, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં ભાજપ નેતા રાજન તેલીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

રાજન તેલી ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના(UTB)માં જોડાઈ શકે છે.

રાજન તેલી સાવંતવાડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના પ્રભારી હતા.

તેમણે છેલ્લા 10 વર્ષોમાં ભાજપ માટે સખત મહેનત કરી હોવાનો દાવો કર્યો હતો.

જોકે રત્નાગિરી-સિંધુદુર્ગ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમનો પરિવાર ભાજપમાં જોડાયા બાદ તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નારાયણ રાણેના પુત્ર નીલેશ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાવા માટે વિધાનસભાની ચૂંટણી લડવાની સંભાવના અંગેના અહેવાલોનો

હું એક જ પરિવારના સભ્યોને લોકસભા અને વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવાના વિરોધમાં છું.

રાણેના નાના પુત્ર નિતેશ સિંધુદુર્ગ જિલ્લાના કંકાવલીથી ધારાસભ્ય છે. તેમને ત્યાંથી ટિકિટ મળે તેવી શક્યતા છે. 

19 01

 

શિવસેનામાં હતા: રાજન અગાઉ નો મહત્વ

જો કે, અહેવાલો મુજબ નિલેશને શિવસેના હેઠળની બેઠક પરથી મેદાનમાં ઉતારાશે.

મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠકોમાંથી 75 કોંકણ પ્રદેશમાં છે,

જેમાં મુંબઈની 36 બેઠકો સામેલ છે. રાજન અગાઉ ભાગલા પહેલાની શિવસેનામાં હતાં.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે એક તબક્કામં મતદાન યોજાશે જ્યારે ઝારખંડમાં તા.13મી નવેમ્બર તથા 20મી નવેમ્બર

એમ બે તબક્કામાં મતદાન યોજાશે. બંને રાજ્યોની મતગણતરી તા.23મી નવેમ્બરે યોજાવાની છે.

આ વિધાનસભા ચૂંટણીઓની સાથે અલગ અલગ રાજ્યોની 48 વિધાનસભા બેઠકો ઉપરાંત મહારાષ્ટ્રના નાંદેડ સહિત બે લોકસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.

read more :સળંગ પાંચમા દિવસે માર્કેટમાં ઘટાડાનું કારણ , કયા કારણે રોકાણકારો એ બજારમાં 7 લાખ કરોડ ગુમાવ્યા ?

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન યોજાશે.

રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઑક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડમાં  81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.

મહારાષ્ટ્રમાં 9.63 કરોડ જ્યારે ઝારખંડમાં 2.6 કરોડ મતદારો મતદાન કરવાના છે. 

ઝારખંડમાં બે તબક્કામાં મતદાન 13 નવેમ્બર અને 20 નવેમ્બરે થશે. 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રકારપરિષદ સંબોધી હતી અને ચૂંટણી સંબંધિત તમામ માહિતી આપી હતી.

આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન યોજાયેલી લોકસભાની ચૂંટણી પછી ઘણાં રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણી યોજાવાની છે

અને એ રાજ્યોમાં મહારાષ્ટ્ર રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યો પૈકીનું એક છે.

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ચૂંટણીના સમાપન સાથે હવે મહારાષ્ટ્ર પર દેશનું ધ્યાન કેન્દ્રિત થયું છે

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં મળેલી સફળતા પર સવાર થઈને મહાવિકાસ આઘાડી (એમવીએ) આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી

કરી રહી છે.

જોકે, હરિયાણામાં કૉંગ્રેસ ન ફાવી અને ભાજપને સતત ત્રીજી વખત ચૂંટીને મતદારોએ આંચકો આપ્યો છે .

ત્યારે એમવીએનો આત્મવિશ્વાસ પણ જાણે કે ડગી ગયો છે.

સત્તાધારી મહાયુતિ અથવા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) માટે હરિયાણાનું પરિણામ ઉત્સાહવર્ધક છે.

તેનાથી મહારાષ્ટ્રમાં નવી ગતિનો સંચાર થયો છે અને તેણે મહારાષ્ટ્રમાં ચૂંટણીને વધારે કસોકસની બનાવી છે.

Image 

શિવસેનામાં હતા: રાજન અગાઉ નો સ્નેહભાવ

નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં એકમેકને કટ્ટર વૈચારિક પ્રતિસ્પર્ધી મહાયુતિ અને એમવીએ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે,

જે આ ચૂંટણીને તાજેતરની સૌથી અભૂતપૂર્વ ચૂંટણી બનાવી રહી છે.

read more : India News :“રાજકીય ચતુરાઈ કે ચૂંટણીની અસત્યતા? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ!”

બંને ગઠબંધનમાં બેઠકોની ચોક્કસ ફાળવણીનો અંતિમ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. રાજકીય પેંતરાબાજી પૂરબહારમાં ચાલી રહી છે

અને તેમાં નેતાઓ ચૂંટણીની લડાઈ માટે નિષ્ઠા અને ગઠબંધન બદલી રહ્યા છે.

read more :

India News:કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદોમાં રામ જાપ પરની અરજી કેમ ફગાવી?

મુખ્યમંત્રી શિંદે નો દીકરો મહાકાલના મંદિરમાં નિયમ તોડવાનો આરોપ જાણો શુ છે સત્ય ?

ભાવનગર-સોમનાથ હાઇવે પર ફોરવિલ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો, બે વ્યક્તિનાના મોત

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.