India News શું પટનામાં EDની મોટી કાર્યવાહી મની લોન્ડરિંગ કેસમાં ટર્નિંગ પોઈન્ટ છે?

By dolly gohel - author
19 07

19 10

India News 

IAS અધિકારી સંજીવ હંસ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવની ઈડીએ ધરપકડ કરી લીધી છે.

જાણકારી અનુસાર મની લોન્ડ્રિંગ મામલે ઈડીની ટીમે સંજીવ હંસને પટણા સ્થિત તેમના સરકારી આવાસથી ધરપકડ કરી છે.

તો ગુલાબ યાદવને દિલ્હીના એક રિસોર્ટથી અરેસ્ટ કરવામાં આવ્યા છે. સંજીવ હંસ 1997 બેચના આઈએએસ અધિકારી છે.

ઈડીના જણાવ્યા અનુસાર સંજીવ હંસે પંજાબના મોહાલી અને કસોલીમાં કરોડોની બેનામી સંપત્તિ ખરીદી છે.

read more :

Baroda News :ગુજરાત હાઈકોર્ટે હરણી બોટકાંડમાં શું કહ્યું? ‘અદાલત સાથે રમત ના રમવાનો’

International News : ઈઝરાયેલે માત્ર છ દિવસમાં આઠ ઈસ્લામિક દેશોને કેવી રીતે હરાવ્યાં?

તેમને ઈડીએ કરોડોની સંપત્તિ હસ્તગત કરવાના મામલે જ અરેસ્ટ કર્યા છે. સંજીવ હંસની સાથે જે ગુલાબ યાદવની ધરપકડ થઈ છે.

તે દિલ્હીમાં તેમના નજીકના સહયોગી રહ્યાં છે.

ઈડીએ બિહાર સ્પેશિયલ વિજિલન્સ યુનિટ (SVU) ની સાથે જે જાણકારી શેર કરી છે. તે અનુસાર 14 સપ્ટેમ્બરે મામલો નોંધાયો હતો.

SVU અધિકારીઓની એક ટીમ કેન્દ્રીય તપાસ એજન્સીઓની જાણકારીને તપાસ કરી રહી છે.

રિપોર્ટ અનુસાર એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ‘એફઆઈઆરમાં હંસ, યાદવ અને તેમના પરિવારના સભ્યો સહિત લગભગ 14 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

SVU ઝીણવટપૂર્વકની પૂછપરછ માટે તેમની કસ્ટડીની પણ માગ કરવાની છે. હંસને તેમના વિરુદ્ધ ઈડીના દરોડા બાદ ઓગસ્ટમાં

રાજ્ય સરકારના સામાન્ય તંત્ર વિભાગમાં સ્થળાંતરિત કરી દેવાયા હતા.

આ પહેલા એજન્સી બિહાર કેડરના આઈએએસ અધિકારી સંજીવ હંસ અને પૂર્વ આરજેડી ધારાસભ્ય ગુલાબ યાદવ

વિરુદ્ધ મની લોન્ડ્રિંગની તપાસ દરમિયાન બિહાર, દિલ્હી અને પૂણેમાં ઘણા ઠેકાણા પર દરોડા પણ મારી ચૂકી છે.

સંજીવ હંસનો વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. ગત દિવસોમાં સીનિયર આઈએએસ અધિકારી સંજીવ હંસ પર રેપનો આરોપ પણ લાગી ચૂક્યો છે.

read more :

 Mikey Madison : 25-વર્ષીય અભિનેત્રી ‘અનોરા’ માં એક પ્લકી સ્ટ્રિપર તરીકે તેના સ્ટાર ટર્ન માટે ઓસ્કારની હકારમાં નૃત્ય કરી રહી છે.

India News : તિરુપતિ પ્રસાદીની ચર્ચા વચ્ચે રામ મંદિર તરફથી મોટા સમાચાર પ્રસાદના નમૂના લેબ મોકલાયા

અમરેલીમાં કરુણાંતિકા : સિંહણે બાળકને જડબામાં પકડીને કર્યો શિકાર, ત્રણ કલાક પછી મળ્યા ફક્ત અવશેષો

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.