India News
કેરળની આ બેઠક પ્રિયંકા માર્ટે લોકસભામાં પ્રવેશ કરવાનો માર્ગ મોકળો બનાવશે.
ચૂંટણી પંચે વાયનાડની પેટા ચૂંટણી જાહેર કરતા જ કોંગ્રેસે જણાવ્યું છે કે આ બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે.
ચાલુ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બે બેઠક પરથી ચૂંટણી લડયા હતાં
અને બંને પરથી જીત્યા હતાં. ચૂંટણી પરિણામ જાહેર થયા પછી જૂનમાં કોંગ્રેસે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક
જાળવી રાખશે અને વાયનાડ બેઠક ખાલી કરશે. વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે.
જો પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતી જશે તો તે સાંસદ તરીકે પ્રથમ વખત સંસદમાં પ્નવેશ કરશે.
આ ઉપરાંત જો પ્રિયંકા ગાંધી જીતી જશે તો સોનિયા, રાહુલ અને પ્રિયંકા ત્રણેય સંસદમાં હશે. ઉલ્લેખનીય છે.
read more: Angel Share : ચોખ્ખો નફો Q2 માં આવક વૃદ્ધિ પર 8% ઉછળ્યો ,નફો વાર્ષિક ધોરણે 39.1 ટકા વધીને રૂ. 423.4 કરોડ થયો !
India News
વાયનાડની પેટા ચૂંટણીની મૂલાકાત પ્રિયંકાથી
સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ છે.
વાયનાડની પેટા ચૂંટણી ૧૩ નવેમ્બરે ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનની સાથે યોજવામાં આવશે.
કોંગ્રેસે કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સત્તાવાર જાહેરાત કરી છે.
કોંગ્રેસે આ એલાન ચૂંટણી પંચના વાયનાડ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત બાદ કરાયું છે. પાર્ટીએ વાયડનાડ સિવાય કેરળની બે
વિધાનસભા બેઠકો પર થનારી પેટાચૂંટણી માટે પણ ઉમેદવારોનું એલાન કર્યું છે. જેમાં પાલાક્કડ વિધાનસભા બેઠક પરથી રાહુલ
મામકુતથિલ અને ચેલક્કારા બેઠક પરથી રામ્યા હરિદાસના નામ પર મહોર લગાવી છે.
કેરળના વાયનાડમાં 13 નવેમ્બરે અને મહારાષ્ટ્રના નાંદેડમાં 20 નવેમ્બરે લોકસભા બેઠકો માટે મતદાન થશે.
જ્યારે 13 નવેમ્બરે 47 વિધાનસભા બેઠકો અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક પર 20 નવેમ્બરે મતદાન થશે.
પરિણામો 23 નવેમ્બરે આવશે.
2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા.
બંને બેઠકો પર રાહુલ ગાંધીનો વિજય થયો હતો.
જોકે, બંધારણ હેઠળ કોઈ વ્યક્તિ એકસાથે સંસદનાં બંને ગૃહો અથવા સંસદ અને રાજ્ય વિધાનસભાનો સભ્ય ન હોઈ શકે .
તેમજ તે એક ગૃહમાં એક કરતાં વધુ બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં.
પરિણામે રાહુલ ગાંધી કઈ બેઠક છોડવી તે અંગે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.
જોકે, આખરે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય કર્યો હતો. રાયબરેલી બેઠકથી સાંસદ રહેવાનું પસંદ કર્યું હતું.
read more :