ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ
રવિવારે નવમી માર્ચ ની રાત્રે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે જીત મેળવી હતી.
ભારતની જીત બાદ મધ્ય પ્રદેશમાં ઈન્દોરના મહુ વિસ્તારમાં કેટલાક યુવાનો જીતની ઉજવણી કરી રહ્યા હતા.
આ દરમિયાન જ્યારે રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતા.
આ ઘટનામાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. પથ્થરમારા સાથે ઘણી દુકાનોમાં આગ લગાવવામાં આવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ મહુમાં થયેલા હોબાળા બાદ પોલીસ એક્શન મોડમાં છે. આ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
હોબાળો કેવી રીતે થયો?
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ કેટલાક ક્રિકેટ ચાહકો ઈન્દોરના મહુ વિસ્તારમાં રેલી કાઢી રહ્યા હતા.
આ દરમિયાન તેમની રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી. લોકો જામા મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા.
આ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને ઝઘડો એટલો વધી ગયો કે પથ્થરમારો શરૂ થઈ ગયો.
બંને બાજુથી પથ્થરમારામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ દરમિયાન ઘણી દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વિસ્તારમાં તણાવ છે.
શહેરમાં ઘણી જગ્યાએ લોકો એકબીજા સાથે અથડાયા
પોલીસને હોબાળાની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ભીડ જોઈને ચોંકી ગયા.
ભીડને કાબુમાં લેવા માટે પોલીસ કર્મચારીઓને લાઠીચાર્જ કરવો પડયો હતો . અને આનાથે વિવાદ એ વધુ વધ્યો હતો.
પછી એક ચોક્કસ સમુદાયના લોકો સામસામે આવી ગયા. ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ અને વિરોધ શરૂ કરી દીધો.
READ MORE :
પાકિસ્તાનમાં આતંકી હુમલા : બોમ્બ બ્લાસ્ટ પછી TTP ના 6 આતંકી માર્યા, 7 બાળકો સહિત 12ના મોત
PPF રોકાણકારો માટે ખુશખબર : હવેથી ફિક્સ વ્યાજ મળશે અને શેર બજારના ઉતાર-ચઢાવથી મુક્તિ મળશે