International News
ઈઝરાયેલે ગાઝા અને લેબનોનમાં યુદ્ધ વિરામ સ્થાપિત કરવાના બધા જ પ્રસ્તાવ ફગાવી દીધા છે.
ઈઝરાયેલ સતત ગાઝા અને લેબનોન પર હુમલા કરીને હજારો નિર્દોષોને મારી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સમુદાય પણ યહુદી રાષ્ટ્રના ગુનાઓ રોકવામાં નિષ્ફળ રહ્યું છે.
અરાઘચીએ ચેતવણી આપતા કહ્યું કે, દુનિયાને ખ્યાલ હોવો જોઈએ કે યુદ્ધ ફેલાશે તો તેની વિપરિત અસર દુનિયાના અનેક દેશો સુધી થઈ શકે છે.
અસુરક્ષા અને અસ્થિરતા એવી બાબતો છે, જે અન્ય ક્ષેત્રોમાં ઘણે દૂર સુધી પણ ફેલાઈ શકે છે.
ઈઝરાયેલે તેની આક્રમક્તા અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ચાલુ રાખીને માત્ર પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા જ જોખમમાં નથી નાંખ્યા.
પરંતુ તેણે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સામે પણ ગંભીર પડકાર ઊભો કર્યો છે.
READ MORE :
ઈરાને અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આગ્રહ કર્યો કે તેમણે તેમના પહેલા કાર્યકાળ સમયની તેના વિરુદ્ધ અપનાવાયેલી ‘મહત્તમ દબાણ’ની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ.
ટ્રમ્પે બતાવવું જોઈએ કે તેઓ ભૂતકાળની ખોટી નીતિઓનું પાલન નહીં કરે.
દરમિયાન ઈઝરાયેલે ગાઝા અને લેબનોન પર હુમલા ચાલુ રાખ્યા છે.
ઈઝરાયેલે સાત મહિનામાં આઠમી વખત મધ્ય ગાઝાની અલ-અક્સા હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો છે.
આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા. આ સિવાય વિવિધ હુમલામાં પેલેસ્ટાઈનના કુલ ૪૭ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.
જોકે, ઈઝરાયેલે દાવો કર્યો કે તેણે હમાસના આતંકીઓને નિશાન બનાવ્યા હતા.
ઈરાનના દરેક સેક્ટર પર થયો એટેક થયો હતો .
ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબર સિક્યુરિટીના ભૂતપૂર્વ સચિવ ફિરોઝાબાદીએ જાહેરાત કરી કે ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી
સહિત ઈરાનના લગભગ તમામ સરકારી દળોએ ગંભીર સાયબર એટેક અને ઇન્ફોર્મેશન ચોરીનો સામનો કર્યો છે.
ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબર સિક્યુરિટીના ભૂતપૂર્વ સેક્રેટરી ફિરોઝાબાદીને ટાંકીને જણાવવામાં આવ્યું.
કે ઈરાન સરકારના લગભગ દરેક ક્ષેત્ર – ન્યાયતંત્ર, વિધાનસભા અને કાર્યપાલિકા – આ સાયબર એટેકથી પ્રભાવિત થયા છે.
આના કારણે મહત્ત્વપૂર્ણ માહિતી પણ ચોરી થઈ ગઈ છે.
તેમણે કહ્યું, અમારા પરમાણુ પ્લાન્ટ તેમજ ઈંધણ વિતરણ, મ્યુનિસિપલ સેવાઓ, પરિવહન અને બંદરો જેવા મહત્ત્વપૂર્ણ નેટવર્ક પર પણ સાયબર
એટેક કરવામાં આવ્યો છે.
આ ઘટનાઓ દેશભરમાં ફેલાયેલા ઘણા ક્ષેત્રોનો માત્ર એક નાનો ભાગ છે.
ઇઝરાયલે આપી હતી ચેતવણી
આ પહેલા ઇઝરાયલના રક્ષા મંત્રીએ બુધવારે ચેતવણી આપી હતી કે તાજેતરના ઈરાની મિસાઈલ હુમલાનો ચોક્કસ જવાબ આપવામાં આવશે.
તેમણે કહ્યું કે તેમના દેશનો બદલો “ઘાતક” અને “આશ્ચર્યજનક” હશે.
જણાવી દઈએ કે ઉત્તરી ગાઝા બાદ હવે ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ વિરુદ્ધ જમીની હુમલો કર્યો છે
1 ઓક્ટોબરના રોજ ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો અને ત્યારબાદ ઇઝરાયલે ઈરાનને જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી.
આ પછી ઇઝરાયલના વળતા હુમલાથી આખી દુનિયા ડરી ગઈ છે .
કારણ કે ઈરાન પર ઇઝરાયલનો સીધો હુમલો મિડલ ઇસ્ટમાં વિશ્વ યુદ્ધ શરૂ કરી શકે છે
પરંતુ મોટી વાત એ છે કે ઈરાનના હુમલાના આટલા દિવસો પછી પણ ઇઝરાયલ માત્ર ધમકીઓ જ આપી રહ્યું છે.
ઇઝરાયલ ઈરાનને કહી રહ્યું છે કે તે એવો હુમલો કરશે જે તેને યાદ રહેશે.
READ MORE :
World News : ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં સફળતા કોને મળશે ?, મુસ્લિમ દેશો આપે યહૂદી દેશ સામર્થ્ય