International News
ઈઝરાયેલની રાજધાની તેલ અવિવ સહિત દક્ષિણ ઈઝરાયેલમાં આજ થી એક વર્ષ પહેલાં ૭ ઑક્ટોબરના રોજ યહુદીઓ તેમના સૌથી મોટા
ધાર્મિક તહેવારની ઊજવણી કરી રહ્યા હતા.
અચાનક ગાઝામાંથી હમાસના આતંકીઓએ દક્ષિણ ઈઝરાયેલ પર હુમલો કરીને ૧૨૦૦ થી વધુ યહુદીઓની હત્યા કરી હતી.
મહિલાઓ સહિત ૨૫૦ થી વધુનું અપહરણ કર્યું હતું.
હવે ફરી એક વખત એક વર્ષ પછી હમાસ, હીઝબુલ્લાહ અને હુથી આતંકીઓ એ ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે.
ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ ખામૈનીએ શુક્રવારે પાંચ વર્ષ પછી પહેલી વખત જાહેરમાં ભાષણ કર્યું
તે સાથે ઈરાનના પ્રોક્સી સંગઠનો ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે.
International News
આ સંગઠનો એ માત્ર ઈઝરાયેલના શહેરો જ નહીં પરંતુ ગોલન હાઈટ્સ પર પણ હુમલો કરી શકે છે .
આ હુમલાઓ માટે હવે ઈરાનના સુપ્રીમ લીડર ખામૈનીના આદેશની રાહ જોવાઈ રહી છે.
ત્યાર પછી ઈરાની પ્રોક્સી સંગઠનો ગયા વર્ષે ૭ ઑક્ટોબર જેવો જ મોટો હુમલો કરે તેવી આશંકા કરવામા આવી રહી છે.
ઈઝરાયેલની ત્રી-સ્તરીય સંરક્ષણ સિસ્ટમ એ સતત આ હુમલાઓને નિષ્ફળ બનાવી શકે છે
જ્યારે સરહદ પર પણ સૈનિકોની તૈનાતી વધારી દેવામા આવી છે.
યમન, સીરિયા અને ઈરાકમાં થી હજારો આતંકીઓ એ લેબનોન પહોંચી રહ્યા છે.
ઈરાનના પ્રોક્સી સંગઠનોના હુમલાની બ્લુ પ્રિન્ટ ઈરાને તૈયાર કરી લીધી છે.
ઈઝરાયેલ એ છેલ્લા એક વર્ષથી બધી જ દિશાઓમાં લડી રહ્યું હોવા છતાં તેને કોઈ નિર્ણાયક વિજય નથી મળ્યો.
ઈઝરાયેલે રવિવારે મધ્ય ડેર અલ-બલાહમાં હમાસ દ્વારા સંચાલિત એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો.
જેમાં ૨૬ લોકો માર્યા ગયા અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બીજીબાજુ ગાઝામાંથી પણ હમાસે ઈઝરાયેલ પર સેંકડો રોકેટ અને મિસાઈલ હુમલા કર્યા હતા.
પરંતુ તેની સંરક્ષણ સિસ્ટમ આયરન ડોમે બધા રોકેટ-મિસાઈલ્સ તોડી પાડયા હતા.
આ હુમલા વચ્ચે ઈઝરાયેલમાં રવિવારે ફરી એક વખત આતંકી હુમલો થયો હતો.
બેર્શેબા બસ સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર કરાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ૧૧થી વધુ ઘાયલ થયા હતા.
આ હુમલામાં આતંકી પણ માર્યો ગયો છે. ઈઝરાયેલમાં એક મહિનામાં આતંકી હુમલાની આ બીજી ઘટના છે.
મધ્ય-પૂર્વમાં અત્યંત તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ઈઝરાયલ એ બધા સામે એકલા હાથે લડી રહ્યું છે.
તહેરાનમાં હાનિયા, હીઝબુલ્લાહના વડા નસરલ્લાહની મોતનો બદલો લેવા ઈરાને બીજી ઑક્ટોબરે ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કરતાં ઈ
ઝરાયેલે જવાબી કાર્યવાહીની ચેતવણી આપી હતી.
ઈઝરાયેલ ઈરાનના ઓઈલ ભંડાર, મિસાઈલ સાઈલો, એરબેઝ પર જવાબી હુમલા થશે તેવી સંભાવના થઈ રહી છે.
ઈરાને પણ રવિવારે ઈઝરાયેલ પર વધુ મોટા આક્રમણની ચેતવણી આપી છે.
અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલને ઈરાનના પરમાણુ મથકો ઉડાવી દેવાની સલાહ આપી છે
ત્યારે અમેરિકન સરકારે નેતન્યાહુને પરમાણુ સ્થળો પર હુમલો નહીં કરવા જણાવ્યું છે.
અને કહ્યું કે, ઈરાનના પરમાણુ મથકો પર હુમલાનું તે સમર્થન નહીં કરે.
જોકે, ઈઝરાયેલ ઈરાનના ઓઈલ ભંડારો, એરબેઝ, બેલિસ્ટિક મિસાઈલ સાઈલોને નિશાન બનાવશે તે કહી શકાય નહીં.
ઈરાન મા મિસાઈલ સંગ્રહ અને લોન્ચિંગ સુવિધાઓ છે, જ્યાં ફતહ શોર્ટ રેન્જ અને કિયામ બેલિસ્ટિક મિસાઈલોનો સંગ્રહ કરાયો છે.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના અંતરને જોતાં આઈડીએફ ઈરાનના આ સ્થળો પર મિસાઈલ અથવા એર સ્ટ્રાઈકનો વિકલ્પ અપનાવી શકે છે.
આ સિવાય ઈરાનમાં ૧૭ એરબેઝ છે, જેમાંથી ૧૦ નાના ફાઈટર બેઝ છે
ઈઝરાયેલનું સૈન્યે આ એરબેઝને પર પણ હવાઈ હુમલા કરી શકે છે.
Iran Israel war : આગળ શું થશે? ઈરાનના ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ અમેરિકાની ચેતવણી