ઈઝરાયલમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ બસો પર બોમ્બ હુમલો , આખા શહેરમાં દહશતનો માહોલ

By dolly gohel - author
ઈઝરાયલમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ બસો પર બોમ્બ હુમલો , આખા શહેરમાં દહશતનો માહોલ

ઈઝરાયલમાં 

ગુરુવારે ઈઝરાયેલ એકવાર ફરીથી ધડાકાઓથી હચમચી ઉઠયુ.

તેલ અવીવ નજીક શહેર બાટ યામમાં ત્રણ બસોમાં થયેલા ખતરનાક બસ ધડાકા થયા.

આ ધડાકા એ આતંકી હુમલા હોવાનું મનાઈ રહ્યું છે.

ઈઝરાયલમાં જે ધડાકા થયા તે અંગે ઈઝરાયેલી પોલીસનું કહેવું છે કે બાટ યામ અને હોલોનમાં કુલ ચાર વિસ્ફોટક ઉપકરણો મળ્યા છે.

જો કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. પરંતુ તેને એક મોટા આતંકી હુમલા તરીકે જોવામાં આવી રહ્યા છે.

હુમલા અંગે ઈઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂએ સેનાને કડક અને મોટા સ્તરે સૈન્ય અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે.

તેમણે તેને ઈઝરાયેલની સુરક્ષા પર મોટું જોખમ ગણાવતા તરત સુરક્ષા બેઠક બોલાવી.

મીટિંગ બાદ સેનાને વેસ્ટ બેંકમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ કરવાનો આદેશ આપ્યો.

અને સાથે કેટલાક વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 

પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે ત્રણ બસોમાં ધડાકા થયા જ્યારે બે ધડાકા નિષ્ફળ બનાવ્યા હતા.

પોલીસે જનતાને સતર્ક રહેવાનું અને સંદિગ્ધ વસ્તુઓ અંગે તરત સૂચના આપવાનું કહ્યું છે.

બોમ્બ સ્ક્વોડ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે. 

 

READ MORE :

 

ભારત પાસે ઘણા પૈસા છે, અમે 21 મિલિયન ડૉલર કેમ આપીએ? ટ્રમ્પનો ટેરિફ પર ફરી પ્રહાર

ઈઝરાયલમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ બસો પર બોમ્બ હુમલો , આખા શહેરમાં દહશતનો માહોલ
ઈઝરાયલમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ બસો પર બોમ્બ હુમલો , આખા શહેરમાં દહશતનો માહોલ

દેશભરમાં એલર્ટ

આ ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

હુમલા બાદ પરિવહન મંત્રી મીરી રેગવે દેશમાં તમામ બસો, ટ્રેનો અને લાઈટ રેલ ટ્રેન સેવાઓ રોકી છે.

આ સાથે જ તમામ બસ ચાલકોને નિર્દેશ અપાયા છે કે તેઓ પોતાની બસોની તપાસ કરે .

અને કોઈ પણ સંદિગ્ધ વસ્તુની જાણકારી તરત પોલીસને આપે.

પોલીસ ઓફિસરોએ જણાવ્યું કે ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટક ઉપકરણો એવા જ હતા જે મોટાભાગે વેસ્ટબેંકમાં મળી આવે છે. 

ગયા એક મહિનામાં ઈઝરાયેલી સેનાએ પશ્ચિમ તટમાં આતંકીઓ વિરુદ્ધ મોટા પાયે અભિયાન ચલાવ્યું છે.

ઈઝરાયેલનો દાવો છે કે તે આતંકવાદી સંગઠનોને જડમૂળમાંથી ખતમ કરવાની કોશિશ કરી રહ્યું છે. જેનાથી હુમલા રોકી શકાય.

જો કે હાલની ઘટનાઓને પગલે ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

અને કોઈ પણ સંભવિત જોખમને પહોંચી વળવા માટે એક્ટિવ થઈ ગઈ છે. 

 

READ MORE :

 

કેરળના મલપ્પુરમમાં ભયંકર દુર્ઘટના : ફૂટબોલ મેચ પહેલા ભયંકર વિસ્ફોટ, 30થી વધુ લોકો ઘાયલ

PPF રોકાણકારો માટે ખુશખબર : હવેથી ફિક્સ વ્યાજ મળશે અને શેર બજારના ઉતાર-ચઢાવથી મુક્તિ મળશે

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.