જામનગરમાં ઈન્ડિયન એરફોર્સનું ભવ્ય એર શૉ: સૂર્યકિરણ એરોબેટિક ટીમનું અદ્ભુત આકાશી પ્રદર્શન

જામનગરમાં ઈન્ડિયન એરફોર્સનું ભવ્ય એર શૉ

જામનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે બે દિવસીય અદભુત એર શૉ યોજાશે.

જેમાં આગામી 25-26 જાન્યુઆરીના રોજ બપોરે 2:15 વાગ્યે ખંભાળીયા હાઈવે પરના સ્વામીનારાયણ મંદિર નજીકના ગ્રાઉન્ડ ખાતે

ઈન્ડિયન એરફોર્સની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શૉનું ભવ્ય પ્રદર્શન કરાશે.

જામનગર ખાતે ઈન્ડિયન એરફોર્સ દ્વારા બે દિવસીય અદ્ભુત એર શૉનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડવામાં આવશે.

જેમાં સાહસિકો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરાશે.

તેમજ વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવાશે. 

જામનગરમાં ઈન્ડિયન એરફોર્સનું ભવ્ય એર શૉ

READ  MORE  :

સુરતની અનોખી કારીગરી : ટ્રમ્પની પ્રતિકૃતિ લેબગ્રોન ડાયમંડમાં , વેપારીએ 4.30 કેરેટ ની પ્રતિકૃતિ ટ્રમ્પને ભેટમાં આપશે

 

દુનિયાભરમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 700 થી વધુ પ્રદર્શન  થશે.

સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT)ની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી હતી.

આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરૂદ ધરાવે છે.

SKAT દ્વારા ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પ્રદર્શન કરવામાં આવ્યા છે.

SKATમાં ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ ધરાવતા 9 હૉક Mk132 વિમાનો સામેલ કરાયા છે. જ્યારે ટીમમાં 14 પાયલોટ રહેશે.

ટીમ લીડર Su-30 MKI પાયલોટ ગ્રુપ કેપ્ટન અજય દાશરથી છે. જ્યારે ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિક છે.

અન્ય પાઈલટોમાં સ્ક્વોડ્રન લીડરોમાં જસદીપ સિંહ, હિમખુશ ચંદેલ, અંકિત વશિષ્ઠ, વિષ્ણુ, દિવાકર શર્મા, ગૌરવ પટેલ, એડવર્ડ પ્રિન્સ,

કોમન ડબલ્યુ રાજેશ, લીડર ડબલ્યુ રાજેશ, કમાન્ડર અર્જુન પટેલ, વિંગ કમાન્ડર કુલદીપ હુડ્ડા અને વિંગ કમાન્ડર એલન જ્યોર્જ રહેશે.

ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી, સ્ક્વોડ્રન લીડર સંદીપ ધાયલ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ મનીલ શર્મા કરી રહ્યા છે.

ટીમના કોમેન્ટેટર અને એડમિનિસ્ટ્રેટર ફ્લાઇટ લેફ્ટનન્ટ કંવલ સંધુ છે અને ટીમના ડોક્ટર સ્ક્વોડ્રન લીડર સુદર્શન છે. 

 

READ MORE  :

 

TikTok પર અમેરિકાનુ કડક પગલું : ભારત પછી હવે અમેરિકા TikTok પર પ્રતિબંધિત, પ્લે સ્ટોર્સ પરથી દૂર

દેશમાં શરૂ થશે અમૃત ભારત ટ્રેન, માર્ચમાં ચાર નવી ટ્રેનો તૈયાર જાણો શું હશે આ ટ્રેનની ખાસિયતો

ગુજરાત સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમની સફળતા, 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ !

Share This Article