ઝારખંડ સરકારનો મોટો નિર્ણય : ગુટખા અને પાન મસાલાના વેચાણ-ખરીદી પર પ્રતિબંધ મૂક્યો

By dolly gohel - author
ઝારખંડ સરકારનો મોટો નિર્ણય : ગુટખા અને પાન મસાલાના વેચાણ-ખરીદી પર પ્રતિબંધ મૂક્યો

ઝારખંડ સરકારનો મોટો નિર્ણય

ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

આ મોટા નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસારીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડના સ્વપન ને સાકાર કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે.

આ પ્રતિબંધ માત્ર એક નિયમ નથી પણ ઝારખંડના યુવાનોને વ્યસનના ચુંગાલમાંથી બચાવવા માટે એક ક્રાંતિકારી પહેલ છે.

સ્વાસ્થ્ય મંત્રી ડૉ. અન્સારીએ કહ્યું, આરોગ્ય સાથે રમત કોઈપણ કિંમતે સહન નહીં કરીએ.

ઝારખંડ સરકારનો મોટો નિર્ણય ગુટખા અને પાન મસાલાના કારણે કેન્સર જેવા જીવલેણ રોગો ઝડપથી વધી રહ્યા છે.

આપણા યુવાનો ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે, અને હું તેમને મારી નજર સામે મરતા ન જોઈ શકું છુ.

એક ડૉક્ટર હોવાને કારણે હું જાણું છું કે આ ઝેર શરીરને કેટલી હદ સુધી નષ્ટ કરી શકે છે.

જ્યારે જનતાએ મને આરોગ્ય મંત્રી બનાવ્યો છે, ત્યારે મારી પહેલી ફરજ તેમના જીવનનું રક્ષણ કરવાની છે.

કેવી સજા થશે?

ગુટખાનું વેચાણ, સંગ્રહ અથવા સેવન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ગુટખા માફિયાઓ અને ગેરકાયદેસર વેપારીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે.

જો કોઈ દુકાન, ગોડાઉન કે વ્યક્તિ પાસેથી ગુટખા મળી આવશે.

તો કડક કાયદાકીય કાર્યવાહી તો કરવામાં આવશે જ અને સાથે ગોડાઉનને સીલ પણ કરવામાં આવશે.

આ આદેશનું કડક પાલન કરવા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

 

માતા-બહેનોની અપીલ પર નિર્ણય 

ડૉ. અન્સારીએ કહ્યું કે ,માતાઓ અને બહેનો સતત મને વિનંતી કરી રહી હતી કે તેમના બાળકો અને ભાઈઓ નશા-વ્યસનના ચુંગાલમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે.

મેં તેમનું દુઃખ સમજીને આ મક્કમ નિર્ણય લીધો છે.

આ ફક્ત પ્રતિબંધ નથી, પરંતુ કેન્સરને કારણે પોતાના બાળકો ગુમાવનારા પરિવારોને સાચી શ્રદ્ધાંજલિ છે.

 

READ MORE :

 

મુસાફરો માટે મોટી રાહત : અમદાવાદ થી ગાંધીનગરના મુસાફરો રાહત , હવે મુસાફરોને મોટેરા-ટ્રેન બદલવાની જરૂર નહીં પડે

 

આના પહેલા તમાકુ અને ગુટખા પર પ્રતિબંધ એ કયારે લગાવવામા આવ્યો હતો ?

અગાઉ 8 મે, 2020ના રોજ પાન મસાલાના નમૂનાઓમાં મેગ્નેશિયમ કાર્બોનેટ મળી આવ્યા બાદ તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

જ્યારે 2022માં તત્કાલીન સીએમ હેમંત સોરેનની પહેલ પર 11 બ્રાન્ડના પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

 

 READ MORE :

 

ભારતનો મોટો નિર્ણય : બિયાસ અને સતલજ નદીઓના પાણી અંગે પાકિસ્તાન માટે પડકાર

ગુજરાતમાં કેસ્ટર ઉદ્યોગને નવી દિશા, CM ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નું શુભારંભ કર્યું

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.