બજેટમાં કરેલી જોગવાઇ મુજબ આ કાર્યવાહી કરવામાં આવશે.
શહેરમાં રોડ રસ્તાની આસપાસ, મનપાની માલિકીના પ્લોટો, કપાતમાં મળેલ પ્લોટો તથા
મનપાની માલિકીની તમામ જગ્યાઓમાં કોઈપણ પ્રકારનું દબાણ જો કોઈ
વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ હોય તો એ તાત્કાલિક હટાવવા તાકીદ કરવામાં આવેલ છે.
ગેરકાયદેસર દબાણની પ્રવૃત્તિને કારણે રોડ પર ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે.
જેને ધ્યાને લઇ દબાણ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં કોર્પોરેશનની માલિકીના ખુલ્લા પ્લોટો ફરતે દિવાલ બનાવાશે.
જ્યારે રોડની બાજુમાં કે પ્લોટમાં કે કોર્પોરેશનની કોઇપણ જમીન પર કોઇપણ વ્યક્તિ દબાણ કરશે.
ધંધો રોજગાર કરવા દબાણ કરશે તો તેની પાસેથી પ્રતિ ચોરસ મિટર 12 રૂપિયા પ્રતિદિન લેખે ગણીને તેની પાસેથી દંડ વસુલાશેે.
આવા દબાણકર્તાને બીલ બનાવીને મોકલાશે; જો દંડની રકમ નહિ ભરે તો પ્રોપર્ટી ટેક્ષમાં ઉમેરાશે અને લેણું ઉભું કરાશેે.
જૂનાગઢમાં વહીવટદારનું શાસન આવ્યું એટલે પ્રથમ વખત આ પ્રકારની કાર્યવાહી શરૂ થઇ છે.
વહીવટદાર શાસન લાંબો સમય ચાલે તો ઘણી કડક કાર્યવાહી મનપા દ્વારા થઈ શકે તેમ છે.