Junagadh News
રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધામાં જોડાવા આગામી 04 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે; મુદ્દતમાં વધારો કરાયો
યુવાઓના સાહસને પડકારતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું દરવર્ષે રાજ્ય અને રાષ્ટ્રીય બે કક્ષામાં આયોજન કરવામાં આવે છે.
ભાઈઓ માટે ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધી 5500 પગથીયા અને બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથીયા ચઢીને ઉતરવાના રહેશે.
ભાઈઓએ 2 કલાક અને બહેનોએ 1:15 કલાકમાં સ્પર્ધા પૂર્ણ કરવાની રહે છે.
જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં 39મી રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સિનિયર, જુનિયર ચારેય કેટેગરીમાં ભાગ લેવા માટે 14 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશનની તારીખ રાખવામાં આવી હતી.
ગઈકાલે રજીસ્ટ્રેશનની મુદ્દત પૂર્ણ થતા વધુ 20 દિવસ સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
સ્પર્ધકો તા.04 નવેમ્બર સુધી અરજી કરી શકશે.
ગત વર્ષે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ૨૦ જિલ્લાના 1175 સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી.
આ વખતે રજિસ્ટ્રેશન નિયત સમય કરતા વહેલું શરૂ કરવામાં આવ્યું હતું;
અંદાજિત અગિયારસોથી વધુ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
હજુ વધુ સ્પર્ધકો ભાગ લઈ શકે તે માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે.
ફોર્મ મેળવવા માટેનું સ્થળ: રમત-ગમત કચેરી, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ
Read More
રિયલ એસ્ટેટ શેરો ફરી વેગ મેળવે છે; ઓબેરોય રિયલ્ટી અને અન્ય 6 સત્રોમાં 16% સુધી ઉછળ્યા
Baroda News : વડોદરા ગેસ કંપની દ્વારા 10,000 ગ્રાહકોને અસર
Gold And Silver Prices : સોના અને ચાંદીના ભાવ સોમવારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો
Gujarat Weather News : ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે? જાણો આજનું હવામાન રિપોર્ટ