જસ્ટિન ટ્રુડો: PM પદ પરથી રાજીનામું આપવાની શક્યતા આજના દિવસમાં

જસ્ટિન ટ્રુડો

ભારત સાથેના વિરોધને લઈને સતત વિવાદનું કેન્દ્ર બનેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાના અહેવાલ મળી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ટુડો એક-બે દિવસમાં રાજીનામું આપી શકે છે. તેઓ લિબરલ પાર્ટીનું પ્રમુખપદ પણ છોડી શકે છે.

એક અહેવાલ મુજબ ટ્રુડોએ બુધવારે કેનેડાના મંત્રીઓની બેઠક પહેલા આ જાહેરાત કરવાની છે, તેથી તેઓ આજે જ રાજીનામું આપી શકે છે.

જસ્ટિન ટ્રુડો સામે અનેક વિરોધ મીડિયાના અહેવાલો અનુસાર જસ્ટિન ટ્રુડો સતત વિરોધનો સામનો કરી રહ્યા છે.

ટ્રુડોની પોતાની પાર્ટીમાં પણ તેમના રાજીનામાની માંગ ઉઠી રહી છે.

આવી સ્થિતિમાં ખુદ જસ્ટિન ટ્રુડોએ ચૂંટણી પહેલા રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે.

 કેનેડામાં સંઘીય ચૂંટણી આ વર્ષે ઓક્ટોબરની વચ્ચે કોઈપણ સમયે યોજાઈ શકે છે.

 ટ્રુડો તરત જ પોતાનું પદ છોડી દેશે અથવા નવા નેતાની પસંદગી થાય ત્યાં સુધી રાહ જોશે.

વડા પ્રધાને નાણા પ્રધાન ડોમિનિક લેબ્લેન્ક સાથે ચર્ચા કરી હોવાનું કહેવાય છે

કે શું તેઓ વચગાળાના નેતા અને વડા પ્રધાન પદની ભૂમિકા નિભાવવા તૈયાર છે.

ભારત-કેનેડાના સબંધોમાં ખટાશ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેની ભારત વિરોધી ગતિવિધિઓથી બંને દેશના સબંધો નીચલા

સ્તરે પહોંચી ગયા છે.

ખાલિસ્તાની સમર્થકની હત્યામાં ભારતની સામે કરેલા નિવેદનોને લઈને બંને દેશો વચ્ચેના સબંધોની સ્થિતી વણસી છે.

જો કે બીજી તરફ કેનેડાએ માત્ર આરોપ જ કર્યા છે, આજ કોઇ પુરાવા નહિ આપી શક્યાંનું ભારત સરકારે કહ્યું છે.

 

READ  MORE  :

“અમેરિકામાં તીવ્ર બરફના તોફાનની આગાહી: 6 કરોડ લોકોના જીવન પર અસર, એલર્ટ જાહેર”

7000 વિદ્યાર્થીઓ કેનેડાથી ડિપોર્ટ: વિઝા માટે અરજી કરતી વખતે થતી સામાન્ય ભૂલોથી સાવધ રહો

World News : જ્યોર્જિયાથી ચોંકાવનારા સમાચાર: રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળી આવ્યા !

ફ્રાન્સમાં ચિડો વાવાઝોડાનો કહેર, 1000થી વધુ મૃત્યુની શક્યતા,220 કિ.મી.ની ઝડપે પવન તાંડવ મચાવ્યો !

 

 

Share This Article