આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ
અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
25 ડિસેમ્બર એટલે કે આજથી 1 જાન્યુઆરી સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
ત્યારે આવો જાણીએ આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં શું-શું ખાસ આયોજન કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરનાં કાંકરિયા ખાતે આજથી કાંકરિયા કાર્નિવલ મહોત્સવનો પ્રારંભ થનાર છે.
ત્યારે તા. 25 ડિસેમ્બરથી તા. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા
કાર્નિવલનો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે.
7 દિવસ સુધી ચાલનારા આ કાંકરિયા કાર્નિવલમાં અનેક સાંસ્કૃતિક અને મનોરંજનનાં કાર્યક્રમ યોજાનાર છે.
તેમજ આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં 25 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતાઓ છે.
તેમજ કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પાંચ હજાર કરોડનો વીમો પણ
લેવામાં આવ્યો છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
કાંકરિયા કાર્નિવલ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે
અનેક સાંસ્કૃતિક તેમજ મનોરંજનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાંકરિયા કાર્નિવલ 2024 દરમ્યાન સાતેય દિવસ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું છે.લોક ડાયરો, બોલીવૂડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, તલવાર રાસ, ટીપ્પણી ડાન્સ, જલતરંગ અને વાયોલીન તથા
સંતુર વાદન, ફોક ડાન્સ,
દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા,સુફી ગઝલ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ
READ MORE :
edible oil : ઘર માટે તેલનો ડબ્બો લાવતી વખતે વેપારીઓની ચાલાકીથી સાવધાન, નહીંતર થશે મોટું નુકસાન!
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાનો પ્રયત્ન
કાંકરિયા કાર્નિવલમાં પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલ તેમજ આંગણવાડીમાં અભ્યાક કરતા 1000 જેટલા બાળકો દ્વારા એક સાથે કેન્ડી, ચોકલેટ
ખોલી તેને સંપૂર્ણ ખાઈને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
ત્યારે બાદ વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ હંગામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઈટ એન્ડ સાઉન્ડ શો લેસર શો અને ડ્રોન શોનું
આયોજન કરવામાં આવનાર છે.
કાંકરીયા કાર્નિવલ 2024 દરમિયાન નગરજનોના મનોરંજન માટે સાતેય દિવસો દરમ્યાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો
અંતર્ગત જાણીતા કલાકરો જેમ કે, સાંઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઈશાની દવે, કૈરાવી બુચ, પ્રિયંકા બાસુ,
અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજુ કરવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલ માં સાતેય દિવસ દરમ્યાન વિવિધ રંગારંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ શહેરીજનો માટે દરરોજ સવારે પ્રાણાયામ, મેડિટેશન, યોગા એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે.
તેમજ અમદાવાદની સ્વાદપ્રિય જનતા માટે ફ્રૂડ કોર્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે.
કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનાર લોકોનાં આકર્ષણનાં ભાગરૂપે દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ વી.આર.શો નું આયોજન
કરવામાં આવેલ છે.
READ MORE :
શેર બજારની શાનદાર શરૂઆત : સેન્સેક્સ 167 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો, નિફ્ટીની હાલની સ્થિતિ જાણો !
રોકાણકારોના ચહેરા પર રાહત: સેન્સેક્સ 498 અંક ઉછળ્યો, આ શેરોએ કમાણી કરાવી