ખેડા સીરપકાંડ
ખેડા જિલ્લામાં સીપર કાંડને લઇ નડિયાદની જાણીતી હોસ્પિટલોની બેદરકારી સામે આવી હતી.
જેને લઇ જિલ્લા આરોગ્ય અધિકારીએ ખેડા કલેક્ટરને સમગ્ર મામલે પત્ર લખ્યો હતો.
ખેડા જિલ્લાનો ચકચારી સીરપ કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા હતા.
જેમાં મૃતકોના પોસ્ટ મોર્ટમ નહિ કરાયાનો ઘટસ્ફોટ થયો છે.
ત્યારે સમગ્ર મામલે ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીએ મોટો ખુલાસો કર્યો હતો.
ખેડાના ચકચારી સીપરકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. સમગ્ર બાબતે
ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ.ધ્રુવેએ માહિતી આપી હતી.
જેમાં ખેડાની વેદ હોસ્પિટલ અને મહા ગુજરાત હોસ્પિટલે મૃતકનું પોસ્ટમોર્ટમ ન કર્યું હોવાનો ખુલાસો થયો.
જેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલને 2 વખત નોટિસ પાઠવી.
જે બાદ હોસ્પિટલે આપેલા ખુલાસાનો અભ્યાસ કરીને જિલ્લા આરોગ્ય અધિકારીએ કલેક્ટરને પત્ર લખ્યો.
ખેડા સીરપકાંડ
7 દર્દીએ જીવ ગુમાવ્યો
આ પત્રમાં હોસ્પિટલની બેદરકારી અંગે રજૂઆત કરવામાં આવી છે.
આ સાથે બેદરકારી દાખવવા બદલ હોસ્પિટલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નડિયાદના મોકમપુરામાંથી સીરપની ફેકટરી ઝડપાઈ હતી.
જે બાદ વેદ અને મહાગુજરાત હોસ્પિટલમાં 7 દર્દીએ જીવ ગુમાવ્યો હતો.
હોસ્પિટલ તંત્રએ આ મૃત્યુની માહિતી પોલીસથી છુપાવી હતી.
Read More : મહેશગીરી બાપુના આકરા પ્રહાર : પૂર્વ ડે.મેયર ગિરીશ કોટેચા કૌભાંડોની યાદીમાં