ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા, સરધારા-પાદરીયાના વિવાદ પર નિર્ણય

હાલમાં ચકચારીએ જયંતિ સરધારા પર હુમલાની ઘટનાને લઇ ખોડલધામના ટ્રસ્ટીઓએ બેઠક કરી હતી.

જેમાં સમગ્ર ઘટનાને લઇ કોઇ પ્રતિક્રિયા ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 
 
 

કોઈ જ પ્રતિક્રિયા ન આપવા નિર્ણય

પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારાએ PI સંજય પાદરીયા દ્વારા પોતાના પર હુમલો કર્યો હોવાના

આક્ષેપની ઘટનામાં ખોડલધામનો પણ હાથ હોવાનો આરોપ લગાવ્યા હતા.

જેને લઇને ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ વકર્યો છે.

ત્યારે આ ચર્ચાઓને લઇ રાજકોટના સરદાર ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓની મહત્વની બેઠક મળી હતી.

આ બેઠકમાં ખોડલધામના નામ મુદ્દે કોઈ જ પ્રતિક્રિયા ન આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.

Read More : Rajesh Power Services IPO allotment : તપાસો શેર મળ્યાં કે કેમ, GMP અને અપેક્ષિત લિસ્ટિંગ ગેઇન

 
Share This Article