મદ્રાસ હાઇકોર્ટે
બુધવારે તમિલનાડુ પોલીસની એ કાર્યવાહી પર આકરી ટીપ્પણી કરી હતી.
જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી ભારત માતાની પ્રતિમા હટાવી દીધી હતી.
હવે હાઈકોર્ટેકોર્ટે રાજ્ય સરકારને પ્રતિમા ભાજપને પરત કરી દેવાનો આદેશ આપ્યો છે.
કહ્યું હતું કે, કોઈ ખાનગી મિલકતની અંદર થતી ગતિવિધિઓને નિયંત્રિત કરવાનું કામ રાજ્યનું નથી.
મદુરઈ બેન્ચના જસ્ટિસ આનંદ વેંકટેશે કહ્યું કે, મને કોઈ શંકા નથી કે, પ્રશાસને મનસ્વી રીતે ખાનગી
મિલકતમાંથી ભારત માતાની પ્રતિમાને હટાવી દીધી છે. શક્ય છે કે, તેમણે કદાચ બીજે ક્યાંકથી દબાણ
કરવાના કારણે આવું કર્યું હતું. આ સંપૂર્ણ કાર્યવાહી નિંદનીય છે અને ભવિષ્યમાં આવું ક્યારેય ન થવું જોઈએ.
આપણે એક કલ્યાણકારી રાજ્યમાં રહીએ છીએ, જે કાયદાના શાસન દ્વારા સંચાલિત હોય છે.
આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે તમિલનાડુ સરકારે 2022માં હાઈકોર્ટના આદેશનો હવાલો આપતા ભાજપને
એક નોટિસ જારી કરી હતી. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ નેતાની નવી પ્રતિમા સ્થાપિત ન કરી શકાય.
જે પ્રતિમાંથી જાહેર અશાંતિનો ખતરો હોય તેને અન્ય સ્થાને સ્થાનાંતરિત કરવી જોઈએ. રાજ્ય સરકારનું કહેવું હતું કે,
કારણ કે, ભાજપને મોકલવામાં આવેલી નોટિસનો કોઈ જવાબ નથી આવ્યો. તેથી સામાજિક શાંતિ જાળવી રાખવાના
હેતુથી ભારત માતાની પ્રતિમાને હટાવી લેવામાં આવી હતી અને હવે આ પ્રતિમા મહેસૂલ વિભાગના કાર્યાલયમાં સુરક્ષિત રાખવામાં આવી છે.
READ MORE :
આ વર્ષે દિવાળી ‘ગરમ’ કેમ રહેશે? હવામાન વિભાગની આગાહી શું કહે છે?
મદ્રાસ હાઇકોર્ટે
ભાજપે કોર્ટમાં દલીલ કરી હતી કે ભારત માતાની પ્રતિમા ભારતના પ્રતીક તરીકે અમારા કાર્યાલયમાં સ્થાપિત કરવામાં આવી હતી.
ભાજપનો આરોપ છે કે, ‘તમિલનાડુમાં સત્તારૂઢ DMK સરકારે પોલીસને ભાજપના કાર્યાલયમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને પ્રતિમા
હટાવવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે આ કેસને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે, એ સવાલ થાય છે કે ખાનગી સંપત્તિ પર અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની મર્યાદા શું છે?
જસ્ટિસ વેંકટેશે કહ્યું કે, ‘જે વ્યક્તિ પોતાની સમજ અને વિવેકથી કામ કરે છે તે એમ ન કહી શકે.
કે પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને દેશભક્તિની અભિવ્યક્તિ રાજ્ય અથવા સમાજના હિતોને જોખમમાં મૂકી શકે છે.
તેમણે તેમણે આગળ કહ્યું કે, ભારત માતાની પ્રતિમાને કોઈના બગીચામાં અથવા મૂકવી એ વ્યક્તિગત શ્રદ્ધાનું પ્રતીક છે.
તે સ્વતંત્રતા, હિંમત અને સાંસ્કૃતિક ઓળખના આદર્શો પર વિચાર કરવા આમંત્રણ આપે છે.
મદ્રાસ હાઇકોર્ટે
તમિલનાડુ સરકારને મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયથી ગંભીર પ્રતિબદ્ધતા
મદ્રાસ હાઈકોર્ટનો આ નિર્ણય તમિલનાડુ સરકાર માટે મોટો ઝટકો છે.
કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે, રાજ્યનો અધિકાર ખાનગી સંપત્તિમાં હસ્તક્ષેપ કરવા પૂરતો મર્યાદિત નથી.
ખાનગી સ્થાન પર કોઈ વ્યક્તિની રાષ્ટ્રીય ઓળખ અને સંસ્કૃતિનું સન્માન કરવાના અધિકારને કોઈ પણ સરકાર છીનવી ન શકે.
આ આદેશ બંધારણીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે, કારણ કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિગત સમ્માનને પ્રોત્સાહન આપે છે.
બ્રિટિશ ભારતના ત્રણ પ્રમુખ શહેરો મદ્રાસ (ચેન્નાઈ), બોમ્બે (મુંબઈ) અને કલકત્તા (કોલકાતા)ને 26 જૂન 1862ના રોજ
લેટર્સ પેટન્ટ દ્વારા હાઈકોર્ટ આપવામાં આવી હતી.[8] લેટર્સ પેટન્ટ રાણી વિક્ટોરિયા દ્વારા બ્રિટિશ સંસદના ભારતીય ઉચ્ચ
ન્યાયાલય અધિનિયમ 1861ની સત્તા હેઠળ જારી કરવામાં આવી હતી. ત્રણેય અદાલતો અનન્ય છે.
જે ભારતીય બંધારણ હેઠળ સ્થપાયેલી અન્ય ઉચ્ચ અદાલતોથી વિપરીત બ્રિટિશ શાહી ચાર્ટર હેઠળ સ્થાપિત કરવામાં આવી છે.
ભારતનું બંધારણ જૂની અદાલતોને માન્યતા આપે છે.
મદ્રાસ ખાતેની સર્વોચ્ચ ન્યાયાલય અને સદર દિવાની અદાલતને મર્જ કરીને મદ્રાસ હાઈકોર્ટની રચના કરવામાં આવી હતી.
અદાલતે ન્યાય, સમાનતા અને સારા વિવેક અનુસાર કેસોનો નિર્ણય લેવાની જરૂર હતી.
પ્રારંભિક ન્યાયાધીશોમાં હોલોવે, ઇનેસ અને મોર્ગનનો સમાવેશ થાય છે.
હાઈકોર્ટમાં બેસનાર પ્રથમ ભારતીય જસ્ટિસ ટી. મુથુસ્વામી ઐયર હતા. અન્ય પ્રારંભિક ભારતીય ન્યાયાધીશોમાં ન્યાયમૂર્તિ વી. કૃષ્ણસ્વામી
ઐયર અને પી. આર. સુંદરમ ઐયરનો સમાવેશ થાય છે.
READ MORE :
ભારતમાં ચેપી અને પર્યાવરણના રોગોનો રાફડો ફાટવાની આશંકા, અતિશય ગરમી પડવાનો રિપોર્ટમાં દાવો
મસ્ક અને રામાસ્વામી અમેરિકી સરકારમાં જોડાશે, ટ્રમ્પનો લીધેલો મોટો અનિવાર્ય નિર્ણય
THAMA : આયુષ્માન અને રશ્મિકા દિનેશ વિજનના યુનિવર્સમાં હોરર કોમેડી માટે એકસાથે આવ્યા