મહાકુંભ 2025
વસંત પંચમીના અવસર પર ‘અમૃત સ્નાન’ ને લઈને વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મહાકુંભમાં વધતી ભીડના કારણે વારાણસી અને અયોધ્યાના મંદિરોમાં દર્શન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
વારાણસીમાં ‘કાશી વિશ્વનાથ મંદિર’ અને અયોધ્યામાં ‘રામ મંદિર’માં શ્રદ્ધળુઓ માટે દર્શનનો સમય વધારવામાં આવ્યો છે.
જેથી વધુને વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી શકે.
પ્રમુખ ઘાટો પર થતી ‘ગંગા આરતી’નો સમય 1 કલાકથી ઘટાડીને 10 મિનિટનો કરી દેવામાં આવ્યો છે જેથી ભારે ભીડ એકઠી ન થાય.
શું-શું ફેરફાર કરવામાં આવ્યો?
એક અહેવાલ પ્રમાણે જિલ્લા વહીવટીતંત્રે ગંગા આરતીના સમયની સાથે-સાથે મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કર્યા છે.
વારાણસી પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે જણાવ્યું કે, ‘વારાણસીમાં ભક્તોની સંખ્યા હવે દરરોજ 30-40 લાખ સુધી પહોંચી ગઈ છે.
જે મહાકુંભને કારણે છે. ઘણા યાત્રાળુઓ અન્ય રાજ્યોના છે.
મહાકુંભમાં આવતા પહેલા ઘણા ભક્તો કુંભની સાથે-સાથે વારાણસી, મિર્ઝાપુર, અયોધ્યા અને ચિત્રકૂટમાં પણ દર્શન કરવાની યોજના બનાવે છે.
મહાકુંભ 2025
અયોધ્યામાં પણ ફેરફાર થયા
બીજી તરફ અયોધ્યા રામ મંદિરમાં પણ દર્શનના સમયને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે.
શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે રામલલા મંદિરમાં દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો છે.
સામાન્ય દિવસોમાં ભક્તો માટે દર્શનનો સમય સવારે 7:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી હોય છે.
પરંતુ હવે આ સમયમાં ફેરફાર કરીને સવારે 5:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે.’
તેમણે આગળ કહ્યું કે, ‘મહાકુંભ પહેલા મંદિરમાં દરરોજ આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા 70-80 હજાર હતી.
પરંતુ હવે આ સંખ્યા વધીને 3થી 4 લાખ થઈ ગઈ છે.
પરંતુ જો અમે અયોધ્યામાં રોજ આવતા કુલ શ્રદ્ધાળુઓની વાત કરીએ તો આ સંખ્યા હવે 10-15 લાખે છે.
આ અગાઉ મંદિર ટ્રસ્ટે એક નિવેદન જારીને કરીને આસપાસના જિલ્લાના લોકોને અપીલ કરી હતી.
તમે આગામી 15-20 દિવસ સુધી અયોધ્યા ન આવો, જેથી કરીને બીજા રાજ્યના તીર્થયાત્રીઓ શાંતિથી દર્શન કરી શકે.
યાત્રાળુઓની વધતી જતી સંખ્યાને સમાવવા માટે, ભીડને સમાન રીતે વિતરિત કરવા માટે ઘાટો પર કામચલાઉ પુલ અને જેટી બનાવવામાં આવી છે
કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે મોબાઇલ મેડિકલ યુનિટ અને એમ્બ્યુલન્સ તૈનાત છે.
ઘાટ પર સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે કામદારોની સંખ્યામાં વધારો કરીને સ્વચ્છતાના પ્રયાસો પણ તીવ્ર બનાવવામાં આવ્યા છે.
આ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીને ધ્યાનમાં રાખીને, અધિકારીઓ સુરક્ષા, ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ સુધારવા
માટે અથાક મહેનત કરી રહ્યા છે.
જેથી બધા માટે આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ અને સલામત અનુભવ સુનિશ્ચિત થાય.
જ્યારે લાખો શ્રદ્ધાળુઓ ફરી એકવાર પવિત્ર સંગમ પર ઇતિહાસ રચશે.
READ MORE :
ઢોલ-નગારાના નાદ સાથે AMCની અનોખી અપીલ: સમયસર ટેક્સ ભરવાની વિનંતી
વડોદરામાં રેશનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવાની પ્રક્રિયા: દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પડકારજનક અનુભવ