મહેસાણા નસબંધી કાંડ
મહેસાણા નસબંધી કરાવનાર વ્યક્તિ દ્વારા બોગસ સર્ટિફિટેકનાં આધારે નોકરી મેળવી તંત્ર સાથે છેંતરપીંડી કરી હોવાનું તપાસમાં સામે
આવવા પામ્યું છે.
મહેસાણા નસબંધી કરાવનાર જાકીર સોલંકીને લઈ મોટો ખુલાસો થવા પામ્યો છે.
જાકીર સોલંકી બોગસ સર્ટિફિકેટનાં આધારે નોકરી મેળવી હતી.
2 વખત ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તંત્ર સાથે છેંતરપિંડી કરીને નોકરી મેળવી હતી.
જાકીર સોલંકીએ 9 વર્ષ સુધી સર્ટિફિકેટ વિના ગેરકાયદેસર સરહદી જીલ્લામાં નોકરી કરી હતી.
રાપર અને ભચાઈમાં કાંડ બહાર આવવાનાં ભયથી મહેસાણામાં ટ્રાન્સફર લીધું હોવાનો ખુલાસો થયો હતો.
ખ્યાતિ કાંડની તપાસ હજુ ચાલી રહી છે તે વાત હજુ સમી નથી ત્યાં તો વધુ એક તબીબી સેવાને કલંકિત કરતી ઘટના સામે આવી છે.
ભોગ બનનાર યુવકએ આક્ષેપ કર્યો છે કે, તેની જાણ બહાર તેને દારૂ પીવડાવીને 29 નવેમ્બરે અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે
નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
ઓપરેશન માટે અડાલજ સામૂહિક કેન્દ્રના ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરાયોની વાત પણ સામે આવી છે.
મહેસાણા નસબંધી કાંડ
Read More : Ashtalakshmi Mahotsav : રાજકારણની પિચ પર ફેશન રૈંપ, જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોડલને આપી માત, જુઓ વીડિયો
અડાલજ સામુહિક કેન્દ્રના ઈન્ચાર્જ અધિક્ષક ડૉ નિરાલી ગૌધાણીએ જણાવ્યું કે,
NSV પખવાડીયા અંતર્ગત દરેક જગ્યાએ કેમ્પ થતાં હોય છે જેમાં અમારો રોલ ફક્ત ઓટી પ્રોવાઈડ કરવાનો હોય છે
તેમજ ઓપરેશન કરવા સર્જન પણ જિલ્લા કક્ષાએથી આવતા હોય છે.
વધુમાં કહ્યું કે, જેમનો ઓપરેશન 29 નવેમ્બરના રોજ થયો હતો,
જો કે, કેટલાક આક્ષેપો થયા છે જે અમને અત્યારે જ ખબર પડી છે, ત્યારે આ અનુંસાધાને આગળથી તપાસ થશે.
Read More :
Punjab-Haryana Border : ખેડૂત આંદોલનમાં પોલીસનો અનોખો પ્રતિક્રિયા, ફૂલો પછી ઝીંક્યા અશ્રુ ગેસ
edible oil : ઘર માટે તેલનો ડબ્બો લાવતી વખતે વેપારીઓની ચાલાકીથી સાવધાન, નહીંતર થશે મોટું નુકસાન!
Ahmedabad : 24 કલાકમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો અમદાવાદ બંધની ચિમકી