મેટા કંપની ફરીથી કરશે કર્મચારી છટણી
ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા તેના લગભગ 3600 કર્મચારીઓની છટણી કરી શકે છે.
કંપનીના રિયાલિટી લેબ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવશે.
આ વિભાગમાં, Facebook એજિલ સિલિકોન ટીમ એટલે કે FAST, કંપની માટે કસ્ટમ ચિપસેટ્સનું પ્રોડક્શન કરે છે.
કર્મચારીઓને મેટાના પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ દ્વારા લે-ઓફ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી છે.
જો કે કંપની દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેર સૂચના આપવામાં આવી નથી.
મેટાની જેમ માઈક્રોસોફ્ટ પણ ખરાબ પરફોર્મન્સવાળા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે.
જો કે, અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
મેટા કંપની ફરીથી કરશે કર્મચારી છટણી
READ MORE :
2030 સુધીમાં ચીન પાસે 1000 પરમાણુ બોમ્બ હોવાનું અનુમાન, ભારત અને અમેરિકાને ડર
બિઝનેસ ઇનસાઇડરના અહેવાલમાં જણાવાયું છે કે કંપની એ વિવિધ વિભાગોમાં છટણીની તૈયારી કરી રહી છે.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાના નેતૃત્વમાં, આ પગલું કંપનીના ઉચ્ચ-પ્રદર્શન કાર્યબળને જાળવી રાખવા અને તેની કામગીરીનું
પુનર્ગઠન કરવાની લાંબા ગાળાની વ્યૂહરચનાનો એક ભાગ છે.
આ છટણીની અસર કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગના ઘણા મોટા પ્રોજેક્ટ્સને અસર કરી શકે છે.
કંપની લોકોને વર્ચ્યુઅલ વર્લ્ડ ‘મેટાવર્સ’માં લઈ જવા માટે ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોડક્ટ્સ બનાવવા પર કામ કરી રહી છે.
આમાં AR ચશ્મા વિકસાવવાના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.
ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીએ લગભગ 11 હજાર કર્મચારીઓની છટણી કરી હતી. આ સંખ્યા તેના કુલ કર્મચારીઓના લગભગ 13% હતી.
ઝકરબર્ગે આવનારા વર્ષને ‘તીવ્ર’ ગણાવ્યું છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં, મેટામાં આશરે 72 હજાર કર્મચારીઓ હતા.
READ MORE :
“Microsoft ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે: CEO સત્ય નડેલાની મહત્વપૂર્ણ જાહેરાત”
India GDP Data : 2025માં GDPમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો, ભારતની અર્થવ્યવસ્થા માટે માઠા સમાચાર
Rajesh Power Services listing : 90% પ્રીમિયમ સાથે BSE SME પર ₹636 પર અપર સર્કિટમાં ઊંચી ઉડાન
ફ્રાન્સમાં ચિડો વાવાઝોડાનો કહેર, 1000થી વધુ મૃત્યુની શક્યતા,220 કિ.મી.ની ઝડપે પવન તાંડવ મચાવ્યો