અમેરિકામાં 10 લોકો સાથે વિમાન ગુમ
અમેરિકામાં ગુરૂવારે 10 લોકોથી ભરેલું બેરિંગ એર વિમાન બપોરે અલાસ્કાના નોમ પાસે અચાનક ગુમ થઈ ગયું હતું.
આ વિમાન અલાસ્કાના ઉન્નાલક્લીટ શહેરથી બપોરે 2:37 વાગ્યે ઉડાન ભર્યા બાદ 3:16 વાગ્યા બાદ રડારથી ગુમ થઈ ગયું હતું.
આ જાણકારી ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર ડેટાથી મળી છે.
ગુમ વિમાન એ સેસના 208B ગ્રાન્ડ કારવાં હતું, જેમાં એક પાયલટ સહિત કુલ 10 લોકો સવાર હતાં.
હાલ આ વિમાનને શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે.
અલાસ્કાના સાર્વજનિક સુરક્ષા વિભાગના જણાવ્યા મુજબ ,પહાડોમાં સ્થાનિક લોકોની મદદથી જમીન પર તપાસ અભિયાન ચાલી રહ્યું છે.
જોકે, ખરાબ વાતાવરણના કારણે હવાઈ તપાસને હાલ રોકવામાં આવ્યું છે.
હાલ ટીમ વિમાનનું અંતિમ લોકેશનની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
અમેરિકામાં 10 લોકો સાથે વિમાન ગુમ
અલાસ્કામાં પરિસ્થિતિ ધણી મુશ્કેલ છે.
અમેરિકાના બાકીના રાજ્યોની તુલનામાં અલાસ્કામાં એર ટેક્સી અને નાના વિમાનોની દુર્ઘટના વધુ થાય છે.
અલાસ્કામાં પહાડી વિસ્તાર અને મુશ્કેલ વાતાવરણ હોય છે.
અહીં અનેક ગામડા રસ્તા સાથે જોડાયેલા નથી, તેથી લોકો અને સામાનની અવર-જવર માટે નાના વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે.
READ MORE :
નાઇજીરીયાની સ્કૂલમાં ભયંકર આગ લાગતા 17 બાળકોએ જીવ ગુમાવ્યા
આ પહેલાં પણ દુર્ધટના સર્જાઈ હતી
બેરિંગ એર અલાસ્કાની એક પ્રાદેશિક એરલાઇન છે. જે આશરે 39 વિમાન અને હેલિકોપ્ટર સંચાલિત કરે છે.
આ જાણકારી ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર 24ના ડેટામાં આપવામાં આવી છે. અમેરિકાથી સતત વિમાન દુર્ઘટનાની ખબર આવતી રહે છે.
આ પહેલાં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં 1 ફેબ્રુઆરીએ એક નાનું પ્લેન ક્રેશ થયું, ત્યારબાદ અનેક ઘરમાં આગ લાગી હતી.
વિમાનમાં છ લોકો સવાર હતાં. જે વિમાન ક્રેશ થયું તે લિયરજેટ 55 એરક્રાફ્ટ હતું. વિમાન સ્પ્રિંગફીલ્ડ બ્રૈંસન નેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું.