ભારતની નવી મિસાઈલથી
ભારતની સતત વધી રહેલી રક્ષણાત્મક ક્ષમતાઓમાં વિકાસ થઈ રહ્યો છે.
ભારતે પોતાના સ્વદેશીબનાવટના હથિયારો વડે વિશ્વમાં ડંકો વગાડ્યો છે.
ભારતમાં નિર્મિત મિસાઈલોને વિશ્વમાં પણ ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે.
હાલમાં ભારત પાસે ઘણી સ્વદેશી બનાવટની ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલો (ICBM) છે.
જે એશિયા અને યુરોપના ઘણા ભાગોને નિશાન બનાવી શકે છે.
તાજેતરમાં જ પાકિસ્તાનના ઈસ્લામાબાદની કાયદ-એ-આઝમ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પોલિટિક્સ એન્ડ ઈન્ટરનેશનલ રિલેશન્સમાં એક
સરંક્ષણ એક્સપર્ટ પ્રોફેસર ઝફર નવાઝ જસપાલે આ અંગે મોટો દાવો કર્યો છે.
તેમણે કહ્યું કે, ‘ભારત એક નવી મિસાઈલ સિસ્ટમ “સૂર્યા”ના એક આઈસીબીએમ (ICBM)ને વિકસિત કરવા પર કામ કરી રહ્યું છે.
જે અમેરિકા અને બ્રિટન જેવા અનેક પશ્ચિમી દેશોને પણ નિશાન બનાવી શકે છે.
પ્રોફેસર જસપાલે જણાવ્યું કે, આ સૂર્યા ICBMની રેન્જ 10,000થી 12,000 કિલોમીટર સુધી હોઈ શકે છે.
તેનો સ્પષ્ટ અર્થ એ છે કે, ભારતની મિસાઈલ ક્ષમતા હવે અમેરિકા સુધી પહોંચી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે,
આ પ્રકારની મિસાઈલનો વિકાસ પાકિસ્તાન માટે નહીં .
પરંતુ અમેરિકા, યુરોપ અને રશિયા માટે ચિંતાનું કારણ હોવું જોઈએ.
કારણ કે, ભારત પાસે પહેલાથી અનેક મિસાઈલો ઉપલબ્ધ છે જે પાકિસ્તાનના કોઈ પણ ભાગને નિશાન બનાવી શકે છે.
READ MORE :
Realme GT 7 Pro નવેમ્બર 26ના રોજ ભારતમાં લોન્ચ થશે , તેની વિશિષ્ટતાઓ અને સુવિધાઓ વિશે જાણો !
ભારતની નવી મિસાઈલથી
બીજી તરફ ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આવા પ્રકારના કોઈપણ ‘સૂર્યા ICBM’ પ્રોજેક્ટ પર કામ કરવાની
વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
DRDOના અધિકારીઓએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું કે, ભારતનું ફોકસ પોતાની સંરક્ષણ ક્ષમતા વધારવા પર છે.
જે માત્ર વ્યૂહાત્મક જરૂરિયાતો અનુસાર છે.
જોકે, તેમાં કોઈ નવી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM)નો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
ભારતે પરમાણુ મિસાઇલ અને ફાઇટર જેટને હવામાં જ નષ્ટ કરવામાં સક્ષમ ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.
આ ડિફેન્સિવ બૅલિસ્ટિક મિસાઇલ ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવી છે.
આ પરીક્ષણ ઓરિસ્સાના સમુદ્રમાં એક ટાપુ પર સ્થિત મિસાઇલ લૅબમાંથી કરવામાં આવ્યું હતું.
અને અધિકારીઓએ તેને ‘સફળ પરીક્ષણ’ ગણાવ્યું છે.
ભારતના શસ્ત્રાગાર: ઉપલબ્ધ ઘણી મિસાઇલો પર એક નજર
આ મિસાઇલને ‘એડી-1’ નામ આપવામાં આવ્યું છે.
સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે
કે ડીઆરડીઓ તરફથી ફેઝ-2 પ્રોગ્રામ હેઠળ એડી-1 બૅલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ઈન્ટરસેપ્ટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
નિવેદનમાં જણાવાયું છે કે મિસાઇલ બે-ફેઝવાળી સૉલિડ મોટરથી ચાલે છે.
અને ચોક્કસ લક્ષ્ય સુધી પહોંચવા માટે તેમાં ભારતમાં નિર્મિત કંટ્રોલ સિસ્ટમ, નૅવિગેશન
અને ગાઈડન્સનાં આધુનિક ઉપકરણ લગાવવામાં આવ્યાં છે.સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ પરીક્ષણ બાદ કહ્યું છે.
કે આ ઇન્ટરસેપ્ટર મિસાઇલ એવી આધુનિક ટેકનૉલૉજીથી સજ્જ છે.
જે સંપૂર્ણપણે નવી છે અને અમુક જ દેશો પાસે આ ક્ષમતા છે.
તેનાથી દેશની બૅલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ક્ષમતામાં વધુ સુધારો થશે.
આ મિસાઇલ 15-25 કિલોમિટરની ઊંચાઈથી 80-100 કિલોમિટરની ઊંચાઈ સુધીના પરમાણુ મિસાઇલ અને ફાઈટર ઍરક્રાફ્ટને જમીનની
સપાટીની અંદર અને બહાર બંને રીતે નાશ કરવા માટે બનાવવામાં આવી છે.
કેટલાક અહેવાલોમાં બતાવવામાં આવ્યું છે કે હાલમાં સરકાર આ મિસાઈલને કોઈ પ્રમુખ બેઝ પર સ્થાપિત કરવાની યોજના ટાળી રહી છે.
આનું એક કારણ તેની પાછળનો ભારે ખર્ચ હોઈ શકે છે.