ઉત્તર મેસીડોનિયાના નાઇટ ક્લબમાં ભયંકર આગ
રવિવારની મધરાતે શરૂ થેયલા આ કાર્યક્રમમાં મોટા ભાગે યુવક યુવતીઓ જ ઉપસ્થિત હતાં.
ઓનલાઈન મીડીયા આઉટલેટ એસ.કે.ડી જણાવે છે કે આગ આશરે ૩.૦૦ વાગે રાત્રે ફાટી નીકળી હતી.
પરંતુ આગનું કારણ જાણી શકાયું નથી.
૧૦૦ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર આપવા માટે કોસાનીની હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા સંભવિત જ ન હતી.
તેથી ઘણા ઇજાગારસ્તોને કોસાનીથી ૩૦ કીમી દક્ષિણે રહેલાં સ્ટિવ શહેરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
આગ એ છતમા લાગી હતી
કોન્સર્ટ દરમિયાન કેટલાક યુવાનો નાચતા-નાચતા ફટાકડા ફોડતા જોવા મળે છે. આ કારણે છતમાં આગ લાગી ગઈ.
સ્ટેજ પરથી તણખા પણ નીકળતા જોવા મળે છે, ત્યાર બાદ છતમાં આગ લાગી ગઈ હતી.
ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવા કાર્યવાહી શરુ કરી હતી.
આગ એટલી ભયંકર હતી કે ફાયર ફાઇટરોએ તેના પર કાબુ મેળવવા કલાકો સુધી સખત મહેનત કરવી પડી હતી.
મેસેડોનિયન ના અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે.
READ MORE :
ભારતે UNમાં પાકિસ્તાનને ફટકાર લગાવી, વારંવાર જમ્મુ-કાશ્મીરના નારા લગાવવાથી તે તમારું નહી થઈ જાય
વડાપ્રધાને આ ધટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન હ્રિસ્તિજાન મિકોસ્કી એ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
તેમને X પર લખ્યું, આ મેસેડોનિયા માટે ખૂબ જ દુઃખદ દિવસ છે.
આટલા બધા યુવાન લોકોના જીવ ગુમાવવાથી દેશને કદી ભરપાઈ ન થઇ શકે એવી મોટી ખોટ પડી છે.
પરિવારો, પ્રિયજનો અને મિત્રો દુઃખમાં ગરકાવ છે.
લોકો અને સરકાર તેમને પીડામાંથી રહાત આપવા અને આ મુશ્કેલ ક્ષણોમાં તેમને મદદ કરવા માટે બનતા પ્રયત્નો કરશે.
READ MORE :
ભારતમાં એન્ટ્રી પહેલા જ મસ્કના સપનાઓ પર પાણી વળ્યુ , સ્ટારલિંકને મળ્યો મોટો ઝટકો
તમિલનાડુ મા સ્ટાલિન સરકારની હિન્દી વિરુદ્ધ લડત: રૂપિયાના સિમ્બોલમાં બદલાવ લાવવામાં આવ્યો