‘હવે હું ડાંગ-આહવાનો ઉલ્લેખ નહીં કરું’, સોશિયલ મીડિયા પર ઉભરેલા વિવાદ બાદ રાજભા ગઢવીએ માગી માફી

25 11

જાણિતા ગુજરાતી લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ એક લોકડાયરામાં ગીરની

વાત કરતા સમયે ડાંગના જંગલો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ડાંગ-આહવાના જંગલોમાં

કેટલાયને લૂંટી લેવાય છે અને કપડાં પણ રહેવા દેતા નથી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં

વાયરલ થઈ રહ્યો છે. રાજભાના આ નિવેદન બાદ ડાંગના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, આપના ધારાસભ્ય

ચૈતર વસાવા, વલસાડ-ડાંગના સાંસદ ધવલ  પટેલ અને ડાંગના સામાજિક કાર્યકર સહિત ડાંગ-આહવાના

લોકોએ રાજભા ગઢવીના નિવેદનનો વિરોધ કર્યો છે. ડાંગ-આહવાના આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે.

કેટલીક જગ્યાએ રાજભાના પૂતળાનું દહન કરાયું છે. ત્યારે હવે વિવાદ વકરતા રાજભા ગઢવીને ભૂલનું ભાન થયું છે

અને તેમણે માફી માગી છે. તેમણે કહ્યું કે, ‘ડાંગમાં લૂંટાય છે એવું કહ્યું છે આદિવાસીઓનો ઉલ્લેખ નથી કર્યો.

ફક્ત પ્રાંતનું નામ લઈ દાખલો આપ્યો હતો. હવે હું ડાંગ-આહવાનો ઉલ્લેખ કરીને નહીં બોલું.’

ડાંગના જંગલો અંગે વિવાદિત ટિપ્પણી બાદ વિવાદ વકરતા લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ

વીડિયો બનાવીને માફી માગી છે. તેમણે કહ્યું છે કે, ‘બે દિવસથી વાત ચાલ છે કે વનબંધુ-આદિવાસીભાઈઓને

એવું લાગ્યું છે કે હું આદિવાસીઓ વિશે આવું બોલ્યો છું, લૂંટી લે એવું. વિદેશની વાત કરતા કરતા મેં ડાંગનું નામ લીધું હતું.

 

 

read more : 

Danish power IPO : વર્ષનો સૌથી મોટો SME ઇશ્યૂ ખુલ્યો – સબસ્ક્રિપ્શન સ્ટેટસ, GMP અને અન્ય વિગતો તપાસો !

અસ્પષ્ટ: રાજભા ગઢવીનું વિવાદો પર મૌન

રાજભા ગઢવીએ કહ્યું કે, ‘મેં આદિવાસીભાઈઓની અનેક સારી વાતો કરી છે.

ખાસ કરીને આદિવાસી બંધુઓ સાચી રીતે જોજો. છતાંય મારા બોલવાથી દુઃખ થયું તેની

ખબર પડતા જ મને ખુબ દુઃખ થયું છે. મેં જ્ઞાતિ-જાતિની વાત જ નથી કરી. મારૂં નિવેદન

ડાંગના નાગરીકોને લઈને નહોંતુ. આદિવાસીઓ આપણી સંસ્કૃતિ જાળવે છે. કોઈ સમાજને દુ:ખ

થાય તેવું નથી બોલ્યો. વિસ્તારની વાત કરતા મારાથી બોલાયું. મારા બોલવાથી કોઈને દુ:ખ થયું છે

તો તેનું મને પણ દુ:ખ થયું છે. હું તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું. મારી વાતને જુદી રીતે ન લો તેવી

વિનંતી છે. આ સમગ્ર વિવાદ પુરો કરી મને ભાઈ તરીકે ગણજો. હવે ડાંગ કે આહવાનો ઉલ્લેખ કરીને નહીં બોલું.’

હું આદિવાસી-વનવાસી શબ્દ ક્યાંય બોલ્યો નથી. હું પણ વનબંધુ પરિવારનો સભ્ય છું.

હું પણ ગીરમાંથી આવું છું. મેં લૂંટી લે તેમના માટે બોલ્યો છું, બીજે ક્યાંકથી આવીને લૂંટી લેતા હોય

એવું બનતું હોય છે. મેં દરેક સમાજની સારી જ વાત કરી છે. આજે પણ સમાજના નામથી કરી નથી.

રાજભા ગઢવીની ઘોષણા પરની ચર્ચાને ઉકેલવી

એક લોકડાયરામાં રાજભા ગઢવી દુનિયાભરના જંગલોમાં લૂંટફાટની ઘટનાઓ વિશે વાત કરી રહ્યા હતા.

રાજભા ગઢવીએ ડાયરાના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘ભારતના બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ

રાજ્યનાં અમુક જંગલોમાં રાત્રે તમને અધિકારીઓ કહી દે કે આ જંગલમાંથી પસાર ન થતાં, ફરીને જાવ,

આ જંગલમાંથી પસાર ન થવું, કારણ કે ત્યાં તમને લૂંટી લેશે. ગુજરાતના ડાંગ આહવાના જંગલોમાં

કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે

રાત્રે ભુલા પડો તો નેહડા વાડા આડા ફરી જમાડવા માટે લઈ જાય. એ પોતે લૂંટાઈ જાય, પણ તમને જમાડે.’

રાજભા ગઢવી દ્વારા એક લોક ડાયરામાં કહેવામાં આવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાનાં આહવાનાં જંગલોમાં કપડા

કાઢીને લૂંટી લે છે. આ શબ્દોને પગલે ડાંગના આદિવાસી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મુદ્દે રાજભા

ગઢવી સામે ગુનો નોંધવાની માંગ સાથે સામાજીક કાર્યકર સ્નેહલ ઠાકરે પોલીસ અધિક્ષક અને આહવા પોલીસ

ઇન્સ્પેકટરને લેખિત અરજી કરી છે. તેમાં જણાવ્યું છે કે, લોક ડાયરાનાં જાહેર મંચ પર આ પ્રકારના શબ્દોનો

ઉપયોગ થયો તે ડાંગના આદિવાસી સમાજ માટે કલંક સમાન છે. ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને જાહેરમાં

બદનામ કરવાનું કૃત્ય, કાવતરું કરવામાં આવ્યું છે. જેથી કલાકાર રાજભા ગઢવી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ

એફઆઈઆર નોંધવામાં આવે. જો કાર્યવાહી નહીં થાય તો કચેરીનો ઘેરાવો કરી ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

 

read more : 

ITC Share : આવક વૃદ્ધિ અંદાજ કરતાં ITC શેર 4% થી વધુ ઉછળ્યો , વાર્ષિક આવકમાં 15.6% નો વધારો, રૂ. 22,282 કરોડ થયો !

શેરબજારમાં ભારે અસ્થિરતા : સેન્સેક્સ 80,000થી નીચે આવ્યો ,મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ભારે કડાકો, રોકાણકારોને મોટું નુકસાન !

Business News : ઈરાનના ઈઝરાયલ પર હુમલા: વચ્ચે શેરબજારના રોકાણકારોનું ટેન્શન, જાણો આવતી કાલે શું થશે!

Share This Article
Exit mobile version