પાકિસ્તાનમાં ઝેરી ધુમાડાની કટોકટી, 15000થી વધુ લોકો બીમાર, સરકાર કાર્યવાહીમાં નિષ્ફળ નાસાએ શહેરોને ઝેરી ધુમાડાથી ઘેરાયેલા બતાવ્યા

15 11 01

પાકિસ્તાનમાં ઝેરી ધુમાડાની કટોકટી 

પાકિસ્તાનના અનેક શહેરોમાં ઝેરી ધુમાડો ફેલાવાના કારણે 15000થી વધુ બિમાર લોકો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાના અહેવાલ

સામે આવ્યા છે.

લાહોર સહિત અન્ય શહેરો ઝેરી ધુમાડાની ઝપેટમાં આવતા પાકિસ્તાનમાં આરોગ્ય સંકટ ઊભું થયું છે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં 15000થી વધુ લોકો શ્વાસ અને વાયરલ સંક્રમણનો શિકાર થયા છે.

મીડિયા રિપોર્ટ મુજબ લાહોરની હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. અહીં સૂકી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા અને છાતીમાં

ચેપથી પીડાતા દર્દીઓ સતત આવી રહ્યા છે. લાહોરની મુખ્ય હૉસ્પિટલમાં દર્દીઓ આવી રહ્યા હોવાથી,

ત્યાં મોટું આરોગ્ય સંકટ ઉભુ થયું હોવાનું જોવા મળી રહ્યું છે. લાહોરની મેયો હૉસ્પિટલમાં 4000થી વધુ,

જિન્ના હૉસ્પિટલમાં 3500થી વધુ, ગંગારામ હૉસ્પિટલમાં 3000થી વધુ અને બાળકોની હૉસ્પિટલમાં બે હજારથી વધુ દર્દીઓ સારવાર માટે

આવ્યા છે.

 

 

83
83

 

પાકિસ્તાનમાં ઝેરી ધુમાડાની કટોકટી

ઝેરી ધુમાડાના કારણે વાયરલ રોગો ફેલાયા

પાકિસ્તાનના ડૉક્ટર અશરફ જિયાએ કહ્યું કે, ઝેરી ધુમાડો બાળકો તેમજ પહેલેથી જ અસ્થમા અને હૃદય રોગથી પીડિત દર્દીઓ માટે જીવલેણ

બની શકે છે.

તેની સૌથી વધુ ગંભીર અસર બાળકો પર પડી રહી છે. ઝેરી ધુમાડાના કારણે ન્યુમોનિયા,

ત્વચાના રોગો સહિતના વાયરલ રોગો વધ્યા છે. લાહોરમાં હાલ 10થી વધુ બીમારીઓ ફેલાઈ છે.

સરકારે લગ્નો પર પ્રતિબંધ મૂક્યા

ઝેરી ધુમાડાના કારણે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, તો વાહનચાલકો પણ ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

આ ઉપરાંત હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સરકાર પણ સફાળી જાગી છે.

આ સંકટને નિવારવા માટે સરકારે આકરા નિર્ણયો લેવાનું શરુ કરી દીધું છે.

સરકારે લગ્ન સમારંભ યોજવા પર ત્રણ મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે ટ્રાન્સપોર્ટ વિભાગે પણ નવા નિર્દેશો જાહેર કર્યા છે.

બીજીતરફ પંજાબ પ્રાંતમાં શાળાઓ અને કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરી દેવાઈ છે.

 

READ MORE :

 

International News : ઈરાનના સુપ્રીમ લીડરની ધમકી , જો ઈઝરાયેલ હુમલો કરશે તો તેના પર હજારો મિસાઈલો છોડી ને તબાહી મચાવીશુ !

25 દેશો ‘ઇસ્લામિક નાટો’ બનાવી શકે છે, જેમાં યુએઈ, સઉદી અરેબિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે

World News : યુક્રેન-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો, રશિયાએ દક્ષિણ કોરિયા સાથે 50,000 સૈનિકોથી હુમલો કરવાની તૈયારી કરી !

 

નાસાએ શેર કરી તસવીર

નાસાએ પણ પાકિસ્તાનના અનેક શહેરોમાં ફેલાયેલા ઝેરી ધુમાડાની તસવીર શેર કરી છે.
 
તસવીર મુજબ ઉત્તર પાકિસ્તાની ઉપર એક મોટા ધુમ્મસનું સ્તર જોવા મળી રહ્યું છે.
 
નાસાના મીડિયમ રિજોલ્યુશન ઈમેજિંગ સ્પેક્ટ્રોડિયોમીટર(MODIS)ના જણાવ્યા મુજબ ધુમાડાના કારણે પાકિસ્તાનના
 
અનેક શહેરોમાં એર ક્વોલિટી તદ્દન નબળી પડી ગઈ છે. જ્યારે પંજાબમાં એર ક્લોલિટી ઇન્ડેક્સ 1900 સુધી પહોંચી ગયો છે.
 
 
READ  MORE  :
 
Share This Article