વિદેશ જનારા માટે મહત્વપૂર્ણ સુચના
પાસપોર્ટ એ એક એવો દસ્તાવેજ છે , જેનાથી વ્યકિત ની ઓળખ અને તેની નાગરિકતા સાબિત થતી હોય છે.
વિદેશ મા જનાર માટે આ એક મહત્વ નો દસ્તાવેજ છે.
આના કારણે તમે વિદેશ મા ફરવાનુ ,ભણવાનુ અને અન્ય કારણોસર મુસાફરી કરી શકો છો.
વિદેશ જનારા માટે મહત્વપૂર્ણ સુચના ભારત સરકાર તરફ થી પાસપોર્ટ ના નિયમો મા ફેરફાર કરવામા આવ્યા છે.
કેન્દ્ર સરકાર તરફ થી પાસપોર્ટ ના નિયમ મા સંશોધન કરવામા આવ્યુ છે.
જે હેઠળ 1 ઓક્ટોબર વર્ષ 2023 કે તેના પછી જન્મેલા પાસપોર્ટ અરજદારો માટે યોગ્ય સત્તાવાળાઓ દ્વારા ઈશ્યુ પ્રમાણપત્ર જ જન્મતિથિનું એક
માત્ર પ્રમાણ હશે.
આ અઠવાડિયે પાસપોર્ટ નિયમ 1980માં સંશોધનને પ્રભાવી કરવા માટે એક અધિકૃત નોટ જારી કરાઈ છે.
નવો પાસપોર્ટ નિયમ
નવા નિયમ એ અધિકૃત ગેઝેટમાં સુધારા પ્રકાશિત થયા બાદ અમલમાં આવશે.
નવા ધારાધોરણો હેઠળ જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રાર, મ્યુનિસિપલ કોર્પોરેશન કે જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969 હેઠળ સત્તા પ્રાપ્ત અન્ય
કોઈ પણ સત્તા દ્વારા ઈશ્યુ કરાયેલા જન્મ પ્રમાણપત્રને 1 ઓક્ટોબર 2023 કે ત્યારબાદ પેદા થયેલા લોકો માટે જન્મતિથિના પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવશે.
અન્ય અરજદારો જન્મતિથિના પ્રમાણ તરીકે વૈકલ્પિક દસ્તાવેજો જેમ કે ડ્રાઈવિંગ લાઈસન્સ, કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરી શકે છે.
READ MORE :
નવું આવકવેરા બિલ : લોકસભામાં રજૂ થયુ 10 મહત્વપૂર્ણ ફેરફારો સાથે ,આ ફેરફાર થી ખેડૂતોને શું લાભ મળશે?
ભારતીય પાસપોર્ટ
ભારત સરકાર તરફથી ઈશ્યુ થતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે.
તેના દ્વારા વિદેશમાં મુસાફરી કરતા લોકો પોતાની નાગરિકતા સાબિત કરી શકે છે.
ભારતીય પાસપોર્ટ એ 3 પ્રકારના હોય છે. ઓર્ડિનરી, ડિપ્લોમેટિક, અને ઓફિશિયલ.
જેમાં ઓર્ડિનરી એટલે કે નિયમિત પાસપોર્ટ સામાન્ય નાગરિકોને મળે છે .
જ્યાર સરકારી અધિકારીઓ અને રાજનયિકો માટે ઓફિશિયલ પાસપોર્ટ હોય છે.
ડિપ્લોમેટિક પાસપોર્ટને VVIP પાસપોર્ટ પણ કહેવાય છે.
જે રાજનયિકો અને ઉચ્ચ સરકારી અધિકારીઓને અપાય છે.
એક નિયમિત પાસપોર્ટની વેલિડિટી 10 વર્ષ સુધીની હોય છે.
READ MORE :
ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન : ટ્રમ્પે રશિયાનું સમર્થન કર્યું, પુતિનના વચન પર વિશ્વાસ વ્યક્ત કર્યો
PM મોદી ફરી ગુજરાત પ્રવાસે : ગુજરાતમાં બે દિવસ દરમિયાન કેટલાય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે