કોલ્ડપ્લે કોન્સર્ટ પછી પીએમ મોદીએ જણાવ્યું, ‘કોન્સર્ટ ઈકોનોમી’ થી દેશના અર્થતંત્રને વેગ મળશે

કોલ્ડપ્લે કોન્સર્ટ પછી

અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલો કોલ્ડપ્લે કોન્સર્ટ એ  સુપર હીટ રહ્યો હતો.

આ કોન્સર્ટથી અનેક લોકોને રોજગારી મળી હતી. તેમજ અમદાવાદના અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોલ્ડપ્લે કોન્સર્ટનો ઉલ્લેખ કર્યો હતો.

આ ઉપરાંત તેમણે કહ્યું, આ દેશ પાસે સંગીત, ડાંસ અને સ્ટોરીટેલિગનો મોટો વારસો છે.

અહીંયા કોન્સર્ટ ઈકોનોમીની ખૂબ સંભાવના છે. છેલ્લા 10 વર્ષમાં લાઇવ ઇવેન્ટ્સ અને કોન્સર્ટનું ચલણ વધ્યું છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટથી માત્ર રેલવે અને ફ્લાઇટને જ ધૂમ કમાણી નહોતી થઈ.

પરંતુ આ બે દિવસ દરમિયાન અમદાવાદમાં અનેક લોકોએ સારી એવી કમાણી કરી હતી. અમદાવાદ મેટ્રોને કોલ્ડપ્લેનું આયોજન ફળ્યું હતું. 

 

કોલ્ડપ્લે કોન્સર્ટ પછી

પીએમ મોદી એ શુ કહયુ

ઉત્કર્ષ ઓડિશા- મેક ઇન ઓડિશા કોન્કલેવ 2025 માં સંબોધન કરતા પીએમ મોદીએ કહે છે.

થોડા દિવસો પહેલા તમે  મુંબઈ અને અમદાવાદમાં થયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની શાનદાર તસવીર જોઈ હતી. લાઇવ કોન્સર્ટનો ભારતમાં કેટલો

મોટો સ્કોપ છે તે આ વાતનું પ્રમાણ છે. આજે ભારતમાં કોન્સર્ટ ઈકોનોમી સેક્ટર પણ વેગ પકડી રહ્યું છે.

આ દેશ કોન્સર્ટનો ખૂબ મોટો કન્ઝ્યૂમર છે.

કોન્સર્ટ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારો અને ખાનગી સેક્ટર ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર પર ફોક્સ કરવું જોઈએ.

આજે વિશ્વભરના કલાકારો ભારતમાં આવવા માંગે છે.

છેલ્લા 10 વર્ષમાં લાઇવ ઇવેન્ટ્સ અને કોન્સર્ટનું ચલણ વધ્યું એવૂ પીએમ મોદી એ કહયુ

અમદાવાદ મેટ્રોને કોલ્ડપ્લેનું આયોજન ફળ્યું હતું. સામાન્ય દિવસો કરતાં આવકમાં બમણો વધારો થયો હતો.

બે દિવસમાં મેટ્રોને 66 લાખથી વધુની આવક થઈ હતી.

25 જાન્યુઆરી, 2025 ના રોજ 406 ટ્રીપમાં 2,13,735 મુસાફરો અને 26 જાન્યુઆરી  2025ના રોજ 427 ટ્રીપમાં 1,91,529 મુસાફરો મેટ્રોને

મળ્યા હતા.

કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન છેલ્લા બે સપ્તાહમાં શનિવાર-રવિવારની સરખામણીએ દરરોજની લગભગ 1 લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી

કરી હતી.

આ પહેલા 22, મે 2024ના રોજ યોજાયેલી આઈપીએલ ફાઇનલ વખતે 439 ટ્રીપમાં 1,65,504 મુસાફરો મળ્યા હતા.

હોટલ સિવાય સ્ટેડિયમની આસપાસ આવેલા મકાનોના ભાડા પણ બે દિવસ માટે ચારથી પાંચ ગણા થઈ ગયા હતા.

તેમ છતાં બહારના રાજ્યમાંથી આવેલા અનેક લોકોએ આવા મકાન બુક કરાવ્યા હતા.

મેટ્રો સિવાય અમદાવાદના ખાણી પીણી માર્કેટને પણ આ કોન્સર્ટથી ધણી આવક થઈ હતી.

 
READ MORE :
Share This Article