પ્રયાગરાજમાં ભયાનક અકસ્માત
મહાકુંભથી આવતા કે જતાં આ વખતે અનેક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે ત્યારે આજે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
યુપીના પ્રયાગરાજ એટલે કે જ્યાં મહાકુંભ યોજાયો છે એ જ શહેરમાં ભયંકર માર્ગ અકસ્માત થયો છે.
જેમાં એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતા.
જ્યારે અન્ય 19 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે.
તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં જઈ રહ્યા હતા.
પ્રયાગરાજમાં ભયાનક અકસ્માત દરમિયાન તેમની બોલેરોને અકસ્માત નડયો હતો.
બોલેરો અને ભક્તોથી ભરેલી બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી.
આ અકસ્માતમાં બોલેરોમાં સવાર તમામ 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માત એ કયા સર્જાયો હતો ?
પોલીસે ઘટના સ્થળની મુલાકાત બાદ માહિતી આપી હતી કે આ દુર્ઘટના પ્રયાગરાજ મિરઝાપુર હાઈવે પર સર્જાઈ હતી
છત્તીસગઢના કોરબાથી શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા મહાકુંભ તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન જ મોટો અકસ્માત સર્જાયો હતો
ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ટીમ ધસી આવી હતી અને ઘાયલોને તાત્કાલિક ધોરણે સ્થાનિક હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા
અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક પણ વધી શકે છે.
READ MORE :
CMએ અમદાવાદમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું ઉદ્ઘાટન કર્યું
અકસ્માત એ કેવી રીતે સર્જાયો ?
એક પૂરપાટ જતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી.
આ ટક્કરને કારણે જોરદાર ધડાકો થયો હતો અને બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તમામ મૃતકોમાં બોલેરોમાં સવાર શ્રદ્ધાળુઓ સામેલ છે.
સ્થાનિકોએ ઘટના બાદ ત્વરિત લોકોને બચાવવા પ્રયાસ હાથ ધર્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
મૃતકોના શબ કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
READ MORE :
મહા પૂર્ણિમાના પાવન અવસર પર લાખો શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી
મહાકુંભમાં ભારે ભીડ અને ટ્રાફિક જામ, 35 કિમી સુધી ગાડીઓની લાંબી લાઈનો