પુષ્પા 2′ જોતા યુવકનું મોત, અલ્લૂ અર્જુનના ફેનની હાલત આફત

By dolly gohel - author

પુષ્પા 2′ જોતા યુવકનું મોત

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.

બીજી તરફ ચાહકના મોતનો મામલો હજુ સુધી શાંત થયો નહોતો કે હવે બીજા ચાહકના મોતના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.

4 ડિસેમ્બરે એક મહિલાના મોતના લગભગ એક અઠવાડિયા બાદ પુષ્પા 2 ની સ્ક્રીનિંગમાં બીજા ચાહકનું મોત નીપજ્યું.

સોમવારે મેટિની શો દરમિયાન આંધ્ર પ્રદેશમાં 35 વર્ષની વ્યક્તિ મૃત અવસ્થામાં મળી. જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

કલ્યાણદુર્ગમના ડીએસપીએ જણાવ્યું કે ’35 વર્ષીય હરિજન મધાનપ્પાને સોમવારે  સાંજે લગભગ 6 વાગે થિયેટરના સફાઈ કર્મચારીઓએ

મૃત અવસ્થામાં જોયો.

તે બપોરે લગભગ 2.30 વાગે રાયદુર્ગમમાં નશાની હાલતમાં ફિલ્મનો મેટિની શો જોવા ગયો હતો.

પોલીસ હજુ પણ તેના મોતના કારણની તપાસ કરી રહી છે.

 

પુષ્પા 2′ જોતા યુવકનું મોત

READ MORE : 

Mobikwik IPO day 1 : GMP અને સબ્સ્ક્રિપ્શન સ્થિતિ, શું તમારે અરજી કરવી જોઈએ?

AMC ભરતીના પરિણામમાં નવું કૌભાંડ : વિદ્યાર્થીઓના માર્કસ જ બદલી નખાયા !

Reliance Power share price : PFC ની ₹3760 કરોડની ટર્મ લોન PFC તરફથી ધ્યાન કેન્દ્રિત કરે છે

પુષ્પા 2: મોતનું વિચિત્ર રહસ્ય

પોલીસે ચાહકના મોત પર નિવેદન જારી કરતાં જણાવ્યું કે ‘હજુ સુધી કંઈ પણ સ્પષ્ટ  નથી કે મૃતકનું મૃત્યું ક્યારે થયું અને કેવી રીતે થયું.

મૃતક ચાર બાળકોનો પિતા છે.

તેને દારૂની લત હતી. તે નશાની હાલતમાં જ થિયેટર આવ્યો હતો. એટલું જ નહીં.

થિયેટરની અંદર પણ દારૂ પીધો હતો. પોલીસે હાલ કેસ નોંધ્યો છે.

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.