સાત લાખ કરોડનું રોકાણ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવે માત્ર બે દિવસનો સમય રહ્યો છે.
રાજ્યમાં 20 નવેમ્બરના રોજ મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.
આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે.
રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં તેમણે અદાણી અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ રાજ્યની મહાયુતિ તથા કેન્દ્રની NDA સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું, કે ‘વર્તમાન સરકારે ફોક્સકોન,
એરબસ જેવા સાત લાખ કરોડ રૂપિયાના રોકાણ મહારાષ્ટ્રથી ઝૂંટવીને ગુજરાત ટ્રાન્સફર કર્યા.
જેના કારણે મહારાષ્ટ્રના લોકોની નોકરી છીનવાઈ ગઈ છે.’મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે,
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એ કેટલાક અબજોપતિઓ અને ગરીબોની વિચારધારા વચ્ચેની લડાઈ છે.
તેમણે કહ્યું કે ફોક્સકોન, એરબસ જેવા રૂ. 7 લાખ કરોડના મેગા પ્રોજેક્ટ ગુજરાતમાં શિફ્ટ કરવામાં
આવ્યા, જેના કારણે મહારાષ્ટ્રના યુવાનોએ નોકરી ગુમાવી.તેમણે કહ્યું કે, અમારી સરકાર આવશે તો
અમે અનામતની 50 ટકા મર્યાદા હટાવી દઈશું. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એ વિચારધારાઓની લડાઈ છે.
કેટલાક અબજોપતિઓ અને ગરીબો વચ્ચે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું
કે, મહારાષ્ટ્રની ચૂંટણી વિચારધારાઓની ચૂંટણી છે અને 1-2 અબજોપતિઓ અને ગરીબો વચ્ચેની ચૂંટણી છે.
અબજોપતિઓ ઈચ્છે છે કે, મુંબઈની જમીન તેમના હાથમાં જાય. એક અંદાજ મુજબ
read more :
“કલમ 370 ઈતિહાસ બની ગઈ છે, હવે તે પાછી નહીં આવે” – મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર અમિત શાહનો પ્રહાર
સાત લાખ કરોડનું રોકાણ
રાહુલ ગાંધીએ આ દરમિયાન અદાણી અને પીએમ મોદી પર નિશાન સાધતાં કહ્યું કે,
‘પીએમ મોદીએ ચૂંટણીનો નારો આપ્યો છે. તેમણે કહ્યું છે કે, એક હૈ તો સૈફ હૈ.
તેમના આ નારાથી માત્ર એક જ વ્યક્તિ સાથે મતલબ છે.
આટલું બોલીને તેમણે પીએમ મોદી અને અદાણીનું પોસ્ટર બતાવ્યું.
આમ ફરી એક વખત કોંગ્રેસે વડાપ્રધાન મોદીના ‘હમ એક હૈ, તો સેફ હૈ’ નિવેદનને યાદ કરી ભાજપને આડે હાથ લીધી હતી.
તેમણે કહ્યું કે, અમારી વિચારસરણી એ છે કે મહારાષ્ટ્રના ખેડૂતો, ગરીબો, બેરોજગારો અને મહારાષ્ટ્રના યુવાનોને મદદની જરૂર છે.
અમે દરેક મહિલાના બેંક ખાતામાં 3000 રૂપિયા ફ્રીમાં જમા કરાવીશું, મહિલાઓ અને ખેડૂતો માટે બસ મુસાફરીની સુવિધા હશે.
3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.
સોયાબીન માટે પ્રતિ ક્વિન્ટલ 7,000 રૂપિયા, અમે તેલંગાણામાં જાતિ ગણતરી કરી રહ્યા છીએ, કર્ણાટક હા, અમે તેને મહારાષ્ટ્રમાં પણ કરાવીશું.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે.
ધારાવી ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પડકારો નેવિગેટિંગ: સરકારની મૂંઝવણ
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુદ્દે તેમણે પીએમ મોદી પર નિશાન સાધતાં કહ્યું કે, ભાજપ ધારાવાની જમીન માત્ર એક જ વ્યક્તિને આપવા માગે છે.
આ જ કારણોસર તે આ પ્રોજેક્ટને લઈને આવી રહી છે.
ભાજપ અહીં સ્થિત નાના ઉદ્યોગોને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ બધું માત્ર એક જ વ્યક્તિના હાથમાં આપવા માગે છે.
ધારાવીના વિકાસને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી પાસે ધારાવીના વિકાસને લઈને યોજના છે.
અમે અહીંના લોકોને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવીશું. અમે માત્ર કોઈ એક વ્યક્તિના કહેવા પર
પ્લાન નહીં બનાવીએ. અહીં પૂરનો મુદ્દો પણ છે. આપણે તેના પર પણ કામ કરવાનું છે.
લોકસભા ચૂંટણીના સમયે રાહુલ ગાંધી ખરેખરી મુશ્કેલીમાં ફસાયા છે.
કોંગ્રેસ યુવરાજ તથ્ય વગર કોઈપણ નિવેદન આપતા રહ્યા છે.
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈને જુઠ્ઠાણું ફેલાવ્યું હતું કે, તેઓ આદિવાસી છે એટલે રામ મંદિરમાં આમંત્રણ નહોતું અપાયું.
જ્યારે હવે રાહુલ ગાંધીએ યુનિવર્સિટીના કુલપતિઓની નિયુક્તિ પર સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, વાઇસ ચાન્સલરોની નિયુક્તિ મેરીટને સાઈડ પર રાખીને કેટલાક સંગઠનો સાથે સંબંધોના આધારે કરવામાં આવે છે.
એટલે આડકતરી રીતે તેમણે ભાજપ અને RSSની વાત કરી હતી.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, યુનિવર્સિટીઓની નિયુક્તિમાં RSSના લોકોને જ ભરવામાં આવે છે.
પરંતુ હવે દેશની 200 યુનિવર્સિટીના કુલપતિઓ તેમના પર ભડકી ઉઠયા છે અને સંયુકત નિવેદન બહાર પાડીને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
read more :
‘બટેંગે તો કટેંગે’ ને મહારાષ્ટ્રમાં પ્રવેશ નિષેધ: ભાજપના દિગ્ગજ મહિલા નેતાનો યોગીના નારા સામે વિરોધ
પન્નુની ધમકી બાદ અયોધ્યામાં રામમંદિર પર ચાંપતી નજર, સુરક્ષા બંદોબસ્ત કરાયો