રાજકોટ
રાજકોટ માં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે.
નાકરાવાડી નજીક વેફર અને નમકીન બનાવતી KBZ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ફાયરબિગ્રેડ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવવાનો પ્રયાસ કરી રહી છે.
રાજકોટ જીલ્લામાં કુવાડના નડીક નાકરાવાડી પાસે ભીષણ આગ લાગી છે.
તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં આગ લાગતા લોકોમાં અફડાતફડી મચી ગઈ છે.
KBZ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે.
આ બનાવની જાણ થતા 4 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે.
તેમજ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
આગ સવારે સાડા નવ વાગ્યે લાગી હતી. 5 કિલોમીટર સુધી આગ ફેલાઈ ગયેલી દેખાઈ રહી છે.
સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
રાજકોટના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરી માં આગ ફાટી નીકળી હતી.
અને બેકાબૂ બનતા સ્થાનિકોમાં પણ ભય ફેલાયો હતો. અત્યાર સુધી 70 ટકા આગને કાબૂમાં લેવાઈ છે.
ફાયર બ્રિગેડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે કે બપોર સુધી આગ કાબૂમાં આવી શકવાની સંભાવના છે.
હાલ પ્લાસ્ટિક ફેક્ટરીમાં મોટા જથ્થામાં તૈયાર કાચા માલને જંગી નુકસાન થયું છે.
આગ કયા કારણોસર લાગી તેનું સચોટ કારણ શોધી શકાયું નથી.
READ MORE :
ટ્રમ્પના નવા નિર્ણયથી 4 દેશોના 5.3 લાખ લોકો માટે ત્વરિત પાછા ફરવાનો ખતરો!
અગાઉ પણ વડોદરા શહેરના ગેંડા સર્કલ નજીક એટલાન્ટિકસ કોમ્પલેક્સ મા આગ લાગી હોવાની ફાયર વિભાગને જાણ થતાં ટીમ પહોંચી હતી.
ફાયર ટીમે ઘટનાસ્થળે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ બિલ્ડિંગમાં કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા ઘણા કર્મચારીઓ હાજર હતા, જોકે તમામનો જીવ બચી ગયો હતો.
આગમાં કેટલાક કેબલો બળી ગયા હતા.
અગાઉ ધૂળેટીના દિવસે રાજકોટમાં સવારે 10 વાગ્યાની આસપાસ છઠ્ઠા માળે અચાનક આગની ઘટના બનવા પામી હતી.
READ MORE :
ચેતવણી: ગુજરાતમાં તાપમાન વધશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું વધુ પ્રભાવ!
ચારધામ યાત્રા 2025 : નવા નિયમો અને ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ નવા નિયમો વિશે જાણો