રશિયા-યુક્રેન તણાવમાં નવો વળાંક
યુક્રેન વિરૂદ્ધ જંગમાં રશિયાનો મિત્ર દેશ ઉત્તર કોરિયા મેદાનમાં ઉતર્યો છે.
રશિયામાં ઉત્તર કોરિયાએ પોતાના 10 હજાર સૈનિકો લડવા માટે મોકલ્યા છે.
જેઓ યુક્રેન વિરૂદ્ધ મોસ્કોમાં યુદ્ધ લડશે. NATO એ આ અંગે જણાવ્યું હતું.
ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)એ જણાવ્યું હતું
કે, ઉત્તર કોરિયાના અમુક સૈનિકો રશિયા પહોંચ્યા છે. 10 હજાર સૈનિકોને મોસ્કોમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયામાં ઉત્તર કોરિયાની સેનાની ઉપસ્થિતિને અત્યંત ખતરનાક ગણાવી છે.
NATO એ જણાવ્યું હતું કે, યુક્રેનની સાથે રશિયાનું લગભગ ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.
આ યુદ્ધમાં હવે ઉત્તર કોરિયા પણ સામેલ થયુ છે. રશિયાની મદદ માટે તેણે પોતાનાસૈનિકોને મોસ્કો મોકલ્યા છે.
જેમાંથી અમુક સૈનિકો અગાઉથી જ રશિયાના કુર્સ્ક સરહદ પર તૈનાત છે.
NATO ના મહાસચિવ માર્ક રૂટે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાના સૈનિકોને રશિયામાં તૈનાત કરવામાં આવ્યા છે.
તેઓ કુર્સ્ક વિસ્તારમાં તૈનાત છે. આ પગલાંથી રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા પણ જોડાયુ હોવાનું ખાતરી થાય છે.
read more :
વેકેશનમાં રક્તસંચયનું સંતુલન ન બગડે તે હેતુસર કેટલીક સંસ્થાઓએ રજા પહેલાં જ યોજ્યો રક્તદાન કેમ્પ
રશિયા-યુક્રેન તણાવમાં નવો વળાંક
પેન્ટાગને દાવો કર્યો છે કે, આ સૈનિક યુક્રેન વિરૂદ્ધ લડી રહ્યા છે. પેન્ટાગનના પ્રવક્તા સબરીના સિંહે જણાવ્યું હતું કે,
આ સૈનિકોને ટ્રનિંગના નામે રશિયા મોકલવામાં આવ્યા છે. પરંતુ તેઓ યુક્રેન વિરૂદ્ધ લડાઈ લડવા તૈનાત છે.
વધુમાં જણાવ્યું હતું કે, રશિયા આ સૈનિકોનો ઉપયોગ યુક્રેન વિરૂદ્ધ યુદ્ધમાં કરી રહ્યુ છે. જે ચિંતાનો વિષય છે.
અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને પહેલાં જ સાર્વજનિક રૂપે રશિયાને ચેતવણી આપી હતી કે,
જો ઉત્તર કોરિયાના સૈનિકોનો ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવે તો, તેનાથી હિંદ-પ્રશાંત મહાસાગરની સુરક્ષા પર અસર થશે.
જૂનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી.
24 વર્ષ બાદ પુતિન ઉત્તર કોરિયા ગયા હતા. જ્યાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને તેમનુ સ્વાગત કર્યુ હતું.
તે પહેલાં ગતવર્ષે સપ્ટેમ્બરમાં કિમ જોંગ ઉને રશિયાના વ્લાદિવોસ્તોક શહેરની મુલાકાત લીધી હતી.
રશિયા સાથે 200 કે તેથી વધુ શૉર્ટ-રૅન્જ બૅલિસ્ટિક મિસાઇલ્સ સપ્લાયનો સોદો ઈરાને તાજેતરમાં કર્યો હોવાનો આક્ષેપ છે.
તે મિસાઇલ ફત્હ-360 નામે ઓળખાય છે.
આ મિસાઈલની રૅન્જ 120કિલોમીટરની છે અને તે 150 કિલો વિસ્ફોટકોનું વહન કરી શકે છે.
અમેરિકાના ગુપ્તચર વિભાગનું કહેવું છે કે રશિયાનાં સશસ્ત્ર દળોના કેટલાક સભ્યોને ઈરાનમાં ફાયરિંગની તાલીમ આપવામાં આવી છે.
અમેરિકાના વિદેશ પ્રધાન ઍન્થની બ્લિન્કને કહ્યું છે કેઆ પાનખર પછી યુક્રેન સામે તે મિસાઇલ્સ તહેનાત કરવામાં આવે તેવી શક્યતા છે.
રશિયા યુક્રેનનાં શહેરો અને પાવર પ્લાન્ટ્સ જેવાં લક્ષ્યોને નિશાન
ફત્હ-360 મિસાઇલ્સને લીધે બનાવવામાં સક્ષમ થશે. એ શહેરો સરહદની નજીક આવેલાં છે.
લૉન્ગ-રૅન્જ મિસાઇલ્સ વડે રશિયા યુક્રેનની અંદરના ટાર્ગેટને નિશાન બનાવી શકશે.
લંડનની કિંગ્સ કૉલેજના વૉર સ્ટડીઝ વિભાગનાં ડૉ. મરિના મિરોન કહે છે.
ફત્હ-360 પ્રમાણમાં નજીક હોય તેવાં લક્ષ્યાંકો પર પ્રહાર કરવા માટે ઉપયોગી છે. રશિયા પાસે પોતાની એવી મિસાઈલ્સ નથી.
તેમના કહેવા મુજબ, રશિયા મિસાઈલ્સના બદલામાં ઈરાનને પરમાણુ ટૅક્નૉલૉજી સહિતની પોતાની મિલિટરી ટૅક્નૉલૉજી આપી શકે છે.
તેમાં બ્રિટન તથા યુરોપમાં ઈરાનની ઍર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ, ટ્રાવેલ પ્રતિબંધ અને આસોદામાં સંકળાયેલા ઈરાનીઓની સંપત્તિ જપ્ત
કરવાનો સમાવેશ થાય છે.
યુક્રેનના હવાઈ સંરક્ષણની પરીક્ષા કરવા રશિયા સંખ્યાબંધ શાહેદનું ઝૂંડ વારંવાર મોકલે છે.
યુક્રેનનું હવાઈ સંરક્ષણ ક્રૂઝ તથા બૅલિસ્ટિક મિસાઈલ્સને ત્રાટકતાં ન અટકાવી શકે એટલાં માટે
ઘણીવાર ડ્રૉનનાં ઝૂંડનો ઉપયોગ સ્ક્રીન તરીકે કરવામાં આવે છે. મિસાઈલ્સમાં વધુ વિસ્ફોટકો હોય છે અને તે વધુ નુકસાન કરે છે.
raed more :
Gujarat News : PM મોદીની સૌરાષ્ટ્રને ઉત્તમ ભેટ , રાજકોટ-મોરબી-જામનગરનો મિની જાપાન તરીકે વિકાસ !
કાળઝાળ ગરમીએ કાઢ્યો પરસેવો, ગુજરાતના 10 શહેરોમાં ઉનાળા જેવું વાતાવરણ હજુ 5 દિવસની આગાહી