57મા જન્મદિને
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર તેમના જન્મદિવસ 27 ડિસેમ્બરે રીલીઝ થશે.
આ ફિલ્મ 2025ની ઈદ પર સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે. ‘સિકંદર’નું ટીઝર સવારે 11.07 વાગ્યે રીલીઝ થશે.
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દરેક પ્રસંગે પોતાના ચાહકોને ખાસ ભેટ આપવાનું ચૂકતા નથી.
હવે તેમના જન્મદિવસ પર ચાહકોને વધુ એક મોટું સરપ્રાઈઝ મળવા જઈ રહ્યું છે.
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર તેમના જન્મદિવસ 27 ડિસેમ્બરે રીલીઝ થશે.
આ ફિલ્મ 2025ની ઈદ પર સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે.
સલમાને સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને આ ખુશખબર આપી છે, જેના કારણે ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે.
‘સિકંદર’નું ટીઝર સવારે 11.07 વાગ્યે રીલીઝ થશે.
સલમાનનું કહેવું છે કે તેમના જન્મદિવસ પર તેમના ચાહકો માટે આ તેમની ખાસ ભેટ છે.
નડિયાદવાલા ગ્રાન્ડસન દ્વારા નિર્મિત અને એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સિકંદર’ માં સલમાન ખાનની સાથે રશ્મિકા મંદાના
પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
આ ફિલ્મ એક્શન અને મનોરંજનથી ભરપૂર હશે, જે ચાહકો માટે બ્લોકબસ્ટરથી ઓછી નહીં હોય.
57મા જન્મદિને
READ MORE :
NTPC Green Energy share : એક મહિનાના લોક-ઇન પીરિયડ બાદ 6%નો વધારો
સલમાન ખાને તેમની ફિલ્મ ‘સિકંદર’નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
જેમાં તેઓ ફોર્મલ સૂટ પહેરીને હાથમાં ભાલો પકડેલ જોવા મળે છે.
તેમનો રફ અને પાવરફુલ લુકથી ચાહકો ઉત્તેજિત છે.
સલમાને પોસ્ટર સાથે લખ્યું, ‘કાલે સવારે 11.07 વાગ્યે ફરી મળીશું. આવતીકાલે સિકંદરનું ટીઝર
આવી રહ્યું છે.’ આ પોસ્ટ પર ચાહકોનું રિએકશન આવ્યું છે.
સલમાનની પોસ્ટ પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો છે. કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું,
‘આ ગયા સબકા બાપ!’ બીજાએ કમેન્ટ કરી, ‘ઓહ માય ગૉડ, શું લૂક છે સલમાન ખાન!’
ઘણા ચાહકોએ તેમને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ આપી છે.
દર વર્ષે ઈદ પર સલમાન ખાન પોતાની ફિલ્મોથી થિયેટરોમાં ધૂમ મચાવી નાખે છે.
જો કે વર્ષ 2024માં તેમની એક પણ ફિલ્મ રીલીઝ થઈ ન હતી. પરંતુ
હવે ‘સિકંદર’ની જાહેરાત અને ટીઝર રીલીઝના સમાચારે ચાહકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે.
‘સિકંદર’ 2025ની ઈદ પર રીલીઝ કરવાની યોજના છે.
સલમાન ખાને આ વર્ષની શરૂઆતમાં આ ફિલ્મની જાહેરાત કરી હતી અને ત્યારથી ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
READ MORE :
Uttarakhand : ભીમતાલની પાસે રોડ અકસ્માતમાં ચોમેર લટકે ફરી ગયા લોકોનાં જીવ
અમરેલી ગામમાં ખુલ્લામાં સૂતા બાળકને ઉઠાવી ગયો દીપડો, ઘટનાથી આખા ગામમાં ફફડાટ