સાઉદી અરેબિયાએ
તમે સાઉદી અરેબિયા જવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે.
સાઉદી સરકારે ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશોના પ્રવાસીઓ માટે મલ્ટીપલ-એન્ટ્રી વિઝા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
હવે આ દેશોના લોકોને ફક્ત સિંગલ-એન્ટ્રી વિઝા મળશે, જે 30 દિવસ માટે જ માન્ય રહેશે.
આ નવો નિયમ એ 1 ફેબ્રુઆરી,2025 થી અમલમા છે.
સાઉદી સરકારનું કહેવું છે કે હજ યાત્રાળુઓને પરવાનગી વિના જતા અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
જેથી હજ યાત્રાને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાય.
સાઉદી અરેબિયા એ મલ્ટીપલ એન્ટ્રી વિઝા પર પ્રતિબંધ મૂક્યો
સાઉદી અરેબિયાએ 14 દેશોના મુસાફરો માટે મલ્ટીપલ એન્ટ્રી વિઝા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
હવે, આ દેશોના નાગરિકો ફક્ત સિંગલ-એન્ટ્રી વિઝા મેળવી શકશે, જે મહત્તમ 30 દિવસ માટે માન્ય રહેશે.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય હજ યાત્રાળુઓને પરવાનગી વિના જતા અટકાવવાનો છે.
જેઓ વિઝિટ વિઝા પર આવે છે અને પરવાનગી વિના હજ કરે છે.
નવા નિયમોએ પર્યટન, વ્યવસાય અને પારિવારિક મુલાકાતો માટે એક વર્ષના મલ્ટીપલ-એન્ટ્રી વિઝાને બંધ કરી દીધા છે.
જોકે, હજ, ઉમરાહ, રાજદ્વારી અને રહેઠાણ વિઝાને અસર થશે નહીં.
READ MORE :
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી, રાજ્ય સરકાર આજે કરી શકે છે મોટી જાહેરાત
કયા દેશો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને શા માટે?
સાઉદી સરકારે જે 14 દેશો માટે આ પ્રતિબંધ લગાવ્યો છે તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇથોપિયા, અલ્જેરિયા, ઇન્ડોનેશિયા,
ઇરાક, જોર્ડન, મોરોક્કો, નાઇજીરીયા, સુદાન, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે.
આ નિર્ણયથી હજ કરનારા યાત્રીને વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં મદદ મળશે.
દર વર્ષે સાઉદી અરેબિયા હજ યાત્રાળુઓની ચોક્કસ સંખ્યા નક્કી કરે છે.
પરંતુ ઘણા લોકો લાંબા ગાળાના વિઝિટ વિઝા પર આવીને આ નિયમનું ઉલ્લંઘન કરે છે.
આના કારણે હજ દરમિયાન ભીડ વધી ગઈ અને વહીવટીતંત્રને મુશ્કેલીઓ નો સામનો કરવો પડયો હતો.
ખાસ કરીને 2024 માં ભારે ગરમી અને ભીડને કારણે 1,200 થી વધુ હજ યાત્રીઓના મૃત્યુ પછી આ નિયમ જરૂરી માનવામાં આવ્યો હતો.
READ MORE :
સ્વિડનમાં સ્કૂલમાં ગોળીબારની ઘટના : 10 લોકોના મોત, અનેક ઘાયલ વડાપ્રધાન પણ ચિંતિત