કાળઝાળ ગરમી વચ્ચે
માર્ચ મહિનો પૂરો થવામા આવ્યો છે,અને દિલ્હી NCR મા ગરમી વધવા લાગી છે.
ધૂળવાળા ગરમ પવનોને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. પાટનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી યથાવત છે.
આગામી સપ્તાહે આ તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે.
પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે અમુક રાજ્યોમાં હજુ પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે.
પરંતુ હિમાચલ પ્રદેશના 5 જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે હિમપ્રપાતની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ, ચક્રવાતી તોફાન અને વીજળી પડવાની ચેતવણી આપી છે.
ચાલો જાણીએ IMD રિપોર્ટ દેશભરના હવામાન વિશે શું કહે છે?
કાળઝાળ ગરમી વચ્ચે
હવામાન વિભાગ મુજબ દિલ્હી મા આજે સવારે મહતમ તાપમાન એ 28.96 ડિગ્રી સેલ્સિયસ હતુ.
આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21 માર્ચથી 25 માર્ચ સુધી હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે અને તાપમાનમાં વધારો થશે.
25 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પહોંચવાની આગાહી છે.
ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે.
તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે.
આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે.
ગરમીના મોજા માટે યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી મુજબ , ગુજરાત ના કેટલાક વિસ્તારો મા ભારે ગરમી પડવાની સંભાવના છે.
કચ્છમા હજુ પણ તીવ્ર ગરમીની અસર ચાલુ રહેવાની શકયતા છે.
હવામાન વિભાગે કચ્છ ના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે.
દિવમા ગરમી માટે ચેતવણી આપવામા આવી છે, અને યલો એલર્ટ જારી કરવામા આવ્યુ છે.
ગુજરાત ના દરિયાકાંઠા ના વિસ્તારો મા અગવડતા જોવા મળી છે.
READ MORE :
પુતિનનું મોટું નિર્ણય : યુદ્ધવિરામ માટે 5 શરતો પર ટ્રમ્પ સાથે સહમતિ , 30 દિવસનો શાંતિ વિરામ જાહેર
એપ્રિલ મા હવામાન એ કેવુ રહેશે ?
હવામાન વિભાગે જણાવ્યુ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમા ચક્રવાત બની શકે છે, જે ગુજરાત ના કેટલાક વિસ્તારોને અસર કરી શકશે.
એપ્રિલ મહિના મા કમોસમી વરસાદ સાથે ભારે પવન અને ચક્રવાત આવી શકે તેવી સંભાવના છે.
14 એપ્રિલ થી જોરદાર પવન ફૂંકાય શકે છે, જયારે 19,20 અને 21 એપ્રિલ ના રોજ દરિયાકાંઠા ના વિસ્તારો મા તાપમાન ઊંચુ રહી શકે છે.
READ MORE :
દિલ્હી-NCRમાં ઠંડા પવનથી ઠંડીમાં વધારો થયો , પર્વતો પર હિમવર્ષા અને વરસાદ શરુ થયો