દિલ્હીમાં કડકડતા શિયાળામાં વરસાદ
શિયાળાની ઋતુ બરાબરની જામી છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
રાજધાની દિલ્હીમાં આજે સવારની શરૂઆત વરસાદ સાથે થઈ હતી.
હવામાન વિભાગે સવારે 11 વાગ્યા સુધી વરસાદની આગાહી કરી છે.
સેટેલાઇટ ઇમેજમાં જોવા મળ્યું છે કે હરિયાણા, દિલ્હી અને યુપીના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના સાથે વાતાવરણ
વાદળછાયું છે.
બે દિવસના ગાઢ ધુમ્મસ બાદ રાજધાની દિલ્હીમાં આજે (સોમવારે) ધુમ્મસમાંથી રાહત મળી છે.
જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડશે.
આવતીકાલથી ફરી એકવાર ધુમ્મસ છવાશે. આજે તાપમાનમાં પણ થોડો ઘટાડો થયો છે.
IMDની આગાહી અનુસાર, આજે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
દિલ્હીમાં કડકડતા શિયાળામાં વરસાદ
વરસાદની આગાહી
દિલ્હી હવામાન કેન્દ્રએ આગામી બે દિવસ દિલ્હી NCRમાં વરસાદની આગાહી કરી છે.
નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ અને દિલ્હીમાં વરસાદ થઈ શકે છે.
દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સોમવારે સમગ્ર દિલ્હી-NCRમાં
વરસાદ પડી શકે છે.
વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો થશે.
હવામાન વિભાગે 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.
દિલ્હીમાં કાતિલ ઠંડીનેકારણે ઘણા બેઘર લોકોએ આશ્રયસ્થાનોમાં આશરો લઇ રહ્યા છે.
ઘટતા તાપમાન વચ્ચે યમુના બજાર, કાશ્મીરી ગેટ અને એઈમ્સની નજીકના આશ્રયસ્થાનોમાં સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે.
સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું અને વિઝિબિલીટી ઝીરો થઇ ગઈ હતી.
જેને કારણે ફ્લાઇટ્સ અને ટ્રેન સેવાના શેડ્યુલ ખોરવાઈ ગયા હતા.
દિલ્હીમાં રવિવારે સતત ચોથા દિવસે ઝીરોવિઝિબિલિટી નોંધાઈ હતી.
સવારે 4 થી 7.30 વાગ્યાની વચ્ચે ત્રણ કલાકથી વધુ સમય માટે વિઝિબિલીટી શૂન્ય થઇ જતા ફ્લાઈટ અને ટ્રેનના સંચાલનને અસર
થઇ હતી.
રવિવારે સવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં ધુમ્મસ હતું.
ઝીરો વિઝિબિલીટીને કારણે એક હાથ દૂરની વસ્તુ પણ જોવી મુશ્કેલ બની હતી.
જેને કારણે ફ્લાઇટ શેડ્યુલ અસ્તવ્યસ્ત થઇ ગયા હતા અને અનેક ફ્લાઇટ મોડી પડી હતી.
શનિવારે પણ દિલ્હીમાં વિક્રમી નવ કલાક સુધી ઝીરો વિઝિબિલીટી રહી હતી.
જેના કારણે 400 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન ખોરવાઈ ગયું હતું.
અને અનેક લોકોને તેમની કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવાનો વારો આવ્યો હતો.
READ MORE :
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું: સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
ઠંડી ના કારણે કાશ્મીર થીજ્યું
પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. રવિવારના રોજ શ્રીનગર સહિત કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષાનો ચાલુ રહી, શ્રીનગરમાં સતત બીજા દિવસે તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ કરતા નીચે રહ્યું હતું.
કાશ્મીર ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા થઇ રહી છે.
પહાડોમાં સતત હિમ વર્ષા થઇ રહી હોવાથી કાશ્મીરના ઉંચાઈવાળા વિસ્તારો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે.
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સવારે 5.30 વાગ્યે -1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
કાશ્મીર ઉપરાંત ઉત્તરાખંડની સ્થિતિ પણ આવી જ છે.
આ દિવસોમાં ઔલીમાં પ્રવાસીઓની ભીડ જામી છે. અહીં સર્વત્ર બરફની સફેદ ચાદર છવાયેલી છે.
જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટબાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં 6 જાન્યુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
તે જ સમયે, કેટલીક જગ્યાએ ભારે વરસાદ અથવા હિમવર્ષા થવાની શક્યતા છે.
READ MORE :
Cold wave in North India : ઉત્તર ભારતમાં શીત લહેરનો કહેર, ગાઝિયાબાદમાં શાળાઓ 30મી સુધી બંધ
જાન્યુઆરીના મધ્યમાં ગુજરાતમાં કમોસમી વરસાદ અને ઠંડી સાથે માવઠા આવવાની આગાહી કરવામા આવી છે