શેરબજારમાં તેજી : નિફ્ટી 22,500 પર પહોંચ્યો, બજેટ મૂડીમાં 4.21 લાખ કરોડનો વધારો

By dolly gohel - author
શેરબજારમાં તેજી : નિફ્ટી 22,500 પર પહોંચ્યો, બજેટ મૂડીમાં 4.21 લાખ કરોડનો વધારો

શેરબજારમાં તેજી 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતીય શેરબજાર સળંગ બીજા દિવસે સુધર્યા છે.

આજે સેન્સેક્સ ઈન્ટ્રા ડે 975.12 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 609.86 પોઈન્ટના ઉછાળા સાથે 74340.09 પર બંધ રહ્યો હતો.

રોકાણકારોની મૂડી આજે રૂ. 4.21 લાખ કરોડ વધી છે.

શેરબજારમાં તેજી રિલાયન્સ, એશિયન પેઈન્ટ, એનટીપીસી, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં 5 ટકા સુધી ઉછાળો નોંધાતાં

નિફ્ટીએ ફરી પાછી અતિ મહત્ત્વની 22500ની સપાટી પાછી મેળવી છે.

આજે 207.40 પોઈન્ટ ઉછળી નિફ્ટી 22544.70 પર બંધ રહ્યો હતો.

રિયાલ્ટી 0.42 ટકા અને ટેલિકોમ 0.27 ટકા ઘટાડે બંધ રહ્યા હતા.

જ્યારે સ્મોલકેપ, મીડકેપ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ 2 ટકા સુધી ઉછળ્યા હતા.  એનર્જી ઈન્ડેક્સ પણ 2.78 ટકા ઉછાળે બંધ રહ્યો હતો.

 

રિલાયન્સ સહિત એનર્જી શેરમાં તેજી

OPEC એ ધીમે ધીમે તેના સ્વૈચ્છિક ઉત્પાદન કાપની મર્યાદા દૂર કરવાની જાહેરાત કરતાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

ક્રૂડ ઓઈલ ઉત્પાદકો આગામી બે વર્ષમાં 2.2 મિલિયન બેરલ પ્રતિ દિવસ પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

જે 2022 થી લાદવામાં આવેલા 5.9 mbpd કાપના 38 ટકા છે.

આ જાહેરાતના પગલે છેલ્લા ચાર સેશનમાં બ્રેન્ટ ક્રૂડ 6.5 ટકા ઘટ્યું હતું, જે ડિસેમ્બર 2021 પછીના તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું.

જ્યારે WTI 5.8 ટકા ઘટ્યું હતું, જે મે 2023 પછીના તેના સૌથી વધુ ઘટાડો દર્શાવે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાતા ભારતીય ઓઈલ એન્ડ ગેસ કંપનીઓના શેર આજે ઉછળ્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શેર 2.96 ટકા સુધર્યો છે. જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલ, બીપીસીએલ, આઈજીએલના શેર 4 ટકા સુધી ઉછાળે બંધ રહ્યા છે.

બીએસઈ એનર્જી પેકમાં સામેલ શેર 12 ટકા સુધી વધતાં ઈન્ડેક્સ 2.78 ટકા ઉછાળે બંધ રહ્યો હતો.

 

READ MORE :

ટ્રમ્પની જાહેરાત : 2 એપ્રિલથી ટ્રમ્પનો રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે , ભારતને પણ સત્તાવાર ચેતવણી

શેરબજારમાં તેજી : નિફ્ટી 22,500 પર પહોંચ્યો, બજેટ મૂડીમાં 4.21 લાખ કરોડનો વધારો
શેરબજારમાં તેજી : નિફ્ટી 22,500 પર પહોંચ્યો, બજેટ મૂડીમાં 4.21 લાખ કરોડનો વધારો

સેન્સેક્સના બાકીના શેરોની સ્થિતિ કેવી હતી?

આ ઉપરાંત આજે NTPC ના શેર 3.41 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.96 ટકા, ટાટા સ્ટીલ 2.87 ટકા, બજાજ ફિનસર્વ 2.39 ટકા,

હિન્દુસ્તાન યુનિલિવર 2.22 ટકા, સન ફાર્મા 2.09 ટકા, અદાણી પોર્ટ્સ 2.04 ટકા, એક્સિસ બેંક 1.85 ટકા, TCS 1.42 ટકા, ટાઇટન 1.35 ટકા, બજાજ ફાઇનાન્સ 0.95 ટકા, HCL ટેક 0.75 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.66 ટકા વધ્યા હતા.

જ્યારે કોટક મહિન્દ્રા બેંકના શેરમાં આજે 2.31 ટકા, ઝોમેટો 0.62 ટકા, ટાટા મોટર્સ 0.19 ટકા અને ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 0.07 ટકાનો

ધટાડો થયો હતો.

 

READ MORE :

શેરબજારમાં તેજીનો પ્રારંભ : જાણો સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કેટલો ઉછાળો નોંધાયો

ખેડૂતોને PM મોદીની રાહત : ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા, 20,000 કરોડની સહાય

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.