હિમાચલ પ્રદેશના શિમલા મસ્જિદ વિવાદ વધુ એક મોડ આવ્યો છે. આ વિવાદ હવે ટુંક સમયમાં ઉકેલાઈ શકે છે. મસ્જિદ કમિટીએ ગુરુવારે (12 સપ્ટેમ્બર) મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની રજુઆત કરી હતી.
આ માટે તેઓ સિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન (MC) કમિશનર ભૂપેન્દ્ર અત્રીને મળ્યા હતા.
સંજોલીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામનો મામલો 14 વર્ષ જૂનો છે
મતભેદોનું નિરાકરણ: શિમલા મસ્જિદ વિવાદ ક્રોસ-કોમ્યુનિટી એકતા સાથે સમાપ્ત થાય છે
શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં પેન્ડિંગ છે. તાજેતરમાં જ આ મામલો મારામારીની ઘટના બાદ સામે આવ્યો હતો.
સંજોલી મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે છેલ્લા 13 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી મસ્જિદને સીલ કરી દેવી જોઈએ.
નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
હાલમાં થયેલા લાઠીચાર્જના વિરોધમાં વેપારી મંડળે ગુરુવારે શહેરની તમામ દુકાનો બંધ રાખી છે.
સિમલાના વેપારીઓએ શેર-એ-પંજાબથી ડીસી ઓફિસ સુધી વિરોધ રેલી યોજીને SPને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
કમિશનરે કહ્યું કે, મસ્જિદ કમિટીએ પોતે કહ્યું હતું કે, જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી
મસ્જિદના ત્રણ ગેરકાયદે માળને સીલ કરી દેવામાં આવે. આ માટે કમિટી તૈયાર છે.
આ સિવાય મુસ્લિમ પક્ષે ખુદ કહ્યું કે, તે પોતે આ ગેરકાયદે ગણાતો હિસ્સો તોડી નાંખશે.
વધુ વાંચો
- રાહુલ ગાંધીને કોણે આપ્યો ધમકી? કોંગ્રેસે કરી કાર્યવાહીની માગ
- 85-વર્ષીય દાદીએ ગોલ્ડ મેડલ જીત્યો: તેણીની ફિટનેસનું રહસ્ય શું છે?
- કાશ્મીરની પોલીટિકલ સ્પર્ધા
અંતર પૂરવું: શિમલામાં મુસ્લિમો અને બિન-મુસ્લિમો મસ્જિદની માલિકી પર કરાર પર પહોંચ્યા
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સ્થાનિક લોકો શિમલાના સંજોલી વિસ્તારમાં
બનેલી મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાની માંગ કરી રહ્યા છે.
બુધવારે આ મામલે ભારે હોબાળો જોવા મળ્યો હતો.
‘જય શ્રી રામ’ અને ‘હિંદુ એકતા ઝિંદાબાદ’ના નારા લગાવતા, સેંકડો વિરોધીઓ ભેગા થયા અને વહીવટીતંત્રની ચેતવણીઓ અને
પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરીને સંજોલી બજાર તરફ કૂચ કરી દીધી હતી. આખરે દેખાવકારોનું મોટું ટોળું વિસ્તારમાં પહોંચી ગયુ હતુ.
દેખાવકારોએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ તોડી નાખ્યા અને પથ્થરમારો કર્યો.
પોલીસે દેખાવકારોને વિખેરવા માટે વોટર કેનન અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો.
પોલીસે વિરોધને કાબૂમાં લેવા હિન્દુ જાગરણ મંચના સચિવ કમલ ગૌતમ સહિત કેટલાક દેખાવકારોની અટકાયત પણ કરી હતી.
સુખુ સરકારના મંત્રી અને કુસુમપતિના કોંગ્રેસના ધારાસભ્ય અનિરુદ્વ
સિંહે વિધાનસભામાં કહ્યું કે, “આ આખી મસ્જિદ ગેરકાયદેસર છે. તે હિમાચલ સરકારની જમીન પર બનેલ છે.