શીખ સંગઠનનો વિરોધ : ગુરુદ્વારા સુધી પહોંચી અમેરિકન પોલીસ, ગેરકાયદે પ્રવાસીઓની તપાસથી શીખ સંગઠન ઉગ્ર

શીખ સંગઠનનો વિરોધ 

ડોનાલ્ડ ટ્ર્મ્પ એ સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી શરુ કરી દીધી છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે 6 દિવસમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા સેંકડો વિદેશીઓને દેશનિકાલ કરી દીધા છે.

હવે ટ્રમ્પ અધિકારીઓ પણ ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સની શોધમાં ગુરુદ્વારાની મુલાકાત લઈ રહ્યા છે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમ અફેર્સ(DHS)ના સુરક્ષા અધિકારીઓએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તપાસવા માટે

ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી.  કેટલાક શીખ સંગઠનોએ આની આકરી ટીકા પણ કરી હતી.

શીખ સંગઠનોએ આવી કાર્યવાહીને તેમની આસ્થાની પવિત્રતા માટે ખતરો ગણાવી છે. શીખ અલગતાવાદીઓ તેમજ કેટલાક

બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં કેટલાક ગુરુદ્વારાનો ઉપયોગ કરતાં હોવાનું  માનવામાં આવે છે.

ગુરુદ્વારા માત્ર પૂજા સ્થાનો નથી, તે મહત્ત્વપૂર્ણ સમુદાય કેન્દ્રો છે.

જે શીખો અને વ્યાપક સમુદાયને ટેકો,  પોષણ અને આધ્યાત્મિક આશ્વાસન પ્રદાન કરે છે. 

શીખ સંગઠનનો વિરોધ

જો બાઇડનના કાયદાના અમલીકરણને રદ્દ કર્યા 

ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના થોડા કલાકો પછી, ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટીના કાર્યકારી

સેક્રેટરી ઑફ સ્ટેટ બેન્જામિન હફમેને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (ICE) અને કસ્ટમ્સ ઍન્ડ બોર્ડર પ્રોટેક્શન(CBP)ને એક નિર્દેશ

જારી કર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટીતંત્રે કહેવાતા સંવેદનશીલ વિસ્તારોમાં અથવા તેની નજીકના કાયદાના

અમલીકરણમાં અવરોધ ઊભો કરતી માર્ગદર્શિકાઓને રદ કરી હતી. જેમાં ગુરુદ્વારા અને ચર્ચ જેવા ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે.
 
ટ્રમ્પની કાર્યવાહી થી ભડક્યો શીખ સમુદાય

એક નિવેદનમાં, શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડે(SALDF) ઇમિગ્રેશન અમલીકરણ ક્રિયાઓ પરના નિયંત્રણોના

સંબંધમાં પૂજાના સ્થળો જેવા સંવેદનશીલ વિસ્તારને નિયુક્ત કરતા અગાઉની માર્ગદર્શિકાને રદ કરવાના નિર્દેશ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

SALDF એ જણાવ્યું હતું કે, નીતિમાં આ મુશ્કેલીજનક ફેરફાર સમુદાયના અહેવાલોને અનુસરે છે કે DHS અધિકારીઓએ નિર્દેશ જારી કર્યાના

થોડા દિવસો પછી જ ન્યૂયોર્ક અને ન્યૂજર્સી વિસ્તારોમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી.

SALDEFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કિરણ કૌર ગિલે કહ્યું, અમે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા હટાવવાના અને ગુરુદ્વારા જેવા ધાર્મિક

સ્થળોને નિશાન બનાવવાના ગૃહ મંત્રાલયના નિર્ણયથી ખૂબ જ ચિંતિત છીએ.

તેમણે કહ્યું, આ જગ્યાઓને કાર્યવાહી માટે નિશાન બનાવવાથી આપણી આસ્થાની પવિત્રતા જોખમાય છે અને દેશભરના ઇમિગ્રન્ટ

સમુદાયોને ચિંતાજનક સંદેશો મોકલે છે.

 

READ MORE :

Inventure Knowledge Solutions IPO : ₹1,265-₹1,329 પ્રાઇસ બેન્ડ, રેખા ઝુનઝુનવાલાનો સપોર્ટ

ટ્રમ્પની બોલી ભાતી, હકીકત જુદી: ગ્રેટ અમેરિકા બનાવવાના વાયદા પોકળ, ચીનથી સસ્તી વસ્તુઓની ખરીદી

 
Share This Article