સોશિયલ મીડિયા અને AI પ્લેટફોર્મ ડાઉન : ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ઉપરાંત હવે ChatGPT પણ ડાઉન યુઝર્સને કરવો પડશે સમસ્યાનો સામનો

સોશિયલ મીડિયા અને AI પ્લેટફોર્મ ડાઉન

સોશિયલ મીડિયા કંપની મેટાની સર્વિસ હાલમાં જ બંધ થઈ હતી, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સર્વિસ બંધ થઈ ગઈ હતી.

જો કે એવું નથી કે ફક્ત સોશિયલ મીડિયા જ બંધ થતું હોય. દુનિયાની મોટાભાગની સર્વિસ ગમે તે કારણસર બંધ થઈ શકે છે.

હાલમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ChatGPT ડાઉન થયું હતું. આ સર્વિસ દુનિયાભરના યુઝર્સ માટે બંધ થઈ હતી.

ChatGPTનો ઉપયોગ હવે વધી ગયો છે અને જ્યારે એ સર્વિસ ડાઉન થાય છે ત્યારે એની અસર જોવા મળે છે.

 

આ ઈશ્યુ ના કારણે  યુઝર્સમાં ધણુ  ફ્રસ્ટ્રેશન જોવા મળ્યુ છે.

ChatGPT માં ટેક્નિકલ ઇશ્યુ આવ્યો હતો. આ ઇશ્યુને કારણે યુઝર્સમાં ઘણું ફ્રસ્ટ્રેશન જોવા મળ્યું હતું.

આ ફ્રસ્ટ્રેશનનું એક કારણ મેટા કંપની પણ હતું.

ChatGPT બંધ થયા એના થોડા કલાકો પહેલાં જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પણ બંધ થયું હતું.

એ શરૂ થતાં જ ChatGPTમાં ટેક્નિકલ ઇશ્યુ આવ્યો હતો. પરિણામે યુઝર્સના ફ્રસ્ટ્રેશન લેવલમાં વધારો થયો હતો.

બધી  એપ્લિકેશન હવે  ઓફલાઇન  થઈ  ગઈ છે.

ChatGPTમાં ટેક્નિકલ ઇશ્યુ આવતાં તેની દરેક સર્વિસ બંધ થઈ હતી. આ સર્વિસમાં વેબસાઇટથી લઈને

એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે. એપ્લિકેશન કામ ન કરતી હોવાથી યુઝરને પહેલા

ખબર નહોતી પડી રહી કે શું થઈ રહ્યું છે. જો કે કંપની દ્વારા સ્ટેટમેન્ટ બહાર પાડવામાં

આવતા યુઝરને ખબર પડી હતી કે સર્વિસ ડાઉન છે.

 

 

READ  MORE  :

 

અડાજણમાં ગેરકાયદે કુટણખાનું પકડાયું, થાઇલેન્ડની 6 યુવતીઓ મુક્ત, 11 ગ્રાહકો અને હોટલ માલિકની ધરપકડ

Sant Siyaram Baba : 12 વર્ષ સુધી એક પગ પર તપ કરનારા 110 વર્ષીય સંત બાબા સિયારામ દેવલોક પામ્યા

સોશિયલ મીડિયા અને AI પ્લેટફોર્મ ડાઉન

આ સમગ્ર મામલા વિશે  કંપની નુ  શું કહેવુ છે ? 

ChatGPT ડાઉન થતાં જ કંપનીએ સ્ટેટમેન્ટ જાહેર કરતાં કહ્યું હતું કે, “હાલમાં ChatGPTમાં આઉટેજ જોવા મળી રહ્યો છે.

ઇશ્યુ શું છે એ અંગે અમને જાણ થઈ ગઈ છે અને અમે એને ફિક્સ કરવાની કોશિશ કરી રહ્યાં છીએ.

આ માટે અમને માફ કરશો. અમે તમને આ વિશે અપડેટ કરતાં રહીશું.”

ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ

આ આઉટેજથી ઘણાં લોકો ફ્રસ્ટ્રેશનમાં જોવા મળ્યા હતા કારણ કે તેમનું કામ નહોતું થઈ રહ્યું.

 આઉટેજથી એ વાત તો નક્કી છે કે ટેક્નોલોજીનો ઉપયોગ હવે વિપુલ પ્રમાણમાં થઈ રહ્યો છે.

આથી  તમામ યુઝર્સ સોશિયલ મીડિયા પર તેમનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

ChatGPT ઓફલાઇન થતાં ઘણાં યુઝર્સે ફરિયાદ પણ કરી હતી. ફ્રી અને પેઇડ વર્ઝન બન્નેની સર્વિસ પર અસર પડી હતી.

એપલની ડિવાઇઝ પર ભવિષ્યમાં થશે અસર?

એપલની ડિવાઇઝ મેકબુક અને આઇફોનમાં નવી ઓપરેટિંગ સિસ્ટમની અપડેટ આપવામાં આવી છે.

આ અપડેટમાં એપલ ઇન્ટેલિજન્સના નવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હવે વોઇસ આસિસ્ટન્ટની મદદથી ChatGPTનો પણ ઉપયોગ કરી શકાશે.

આથી ભવિષ્યમાં ChatGPT ડાઉન થશે ત્યારે એપલની ડિવાઇઝમાં એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતી વખતે અસર થશે કે નહીં એ જોવું રહ્યું.

 

READ   MORE  :

 

ભારતના GDPને વેગ આપવા જનરેટિવ AIની ક્ષમતા: 438 અબજ ડોલર સુધીનો ઉમેરો થવાની સંભાવના !

Business News : માર્જિન હેડવિન્ડ્સ પર CLSA ડાઉનગ્રેડ થયા પછી અશોક લેલેન્ડના શેરમાં 3% જેટલો ઘટાડો થયો !

 

Share This Article