દક્ષિણ કોરિયાના જંગલોમાં ભયાનક આગ
અમેરિકા બાદ હવે દક્ષિણ કોરિયાના 20 જંગલોમા આગ લાગી છે.
દક્ષિણ પૂર્વ કોરિયામા આગ લાગતા હજારો મકાનો ખાલી કરાયા છે, 1500 થી વધુ લોકો ને સુરક્ષિત જગ્યાએ ખસેડવામા આવ્યા છે.
આગને કાબુમા લેવા માટે ફાયર બ્રિગેડ ની ગાડી સહિત હેલિકોપ્ટર ની મદદ પણ લેવામા આવી રહી છે.
આગ પર કાબુ મેળવવા માટે 30 હેલિકોપ્ટર તેમજ ફાયર બ્રિગેડના અનેક કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે.
ઘટનામાં ફાયર બ્રિગેડને બે કર્મચારીઓ સહિત 4 લોકોના મોત અને અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.
સોશિયલ મીડિયા પર ભયાનક આગના અનેક વીડિયો વાયરલ થયા છે.
વીડિયોમાં જંગલના અનેક વિસ્તારોમાં આગની જવાળાઓ તેમજ દૂર દૂર સુધી ધુમાળાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
અધિકારીઓએ કહ્યું કે, સાન્ચેઓંગમાં લાગેલી આગ લગભગ 30 ટકા કાબુમાં આવી ગઈ છે.
દક્ષિણ કોરિયાના જંગલોમાં ભયાનક આગ
ભારે પવન ના કારણે આગ પર કાબૂ મેળવવામા મુશ્કેલી ઊભી થઈ
દક્ષિણ કોરિયાના વિવિધ ભાગોમા આગ ફેલાતા એકતરફ સ્થાનિક રહેવાસીઓની ચિંતા વધારી છે.
અને બીજી તરફ ફાયર બ્રિગેડ ની ટીમ , પોલીસની ટીમ અને અધિકારીઓમા દોડધામ મચી છે.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ ની ટીમ એ તમામ પ્રયાસો કરી રહી છે.
ભારે ધુમાડો અને તીવ્ર પવનના કારણે આગ પર કાબૂ મેળવવા માટે ઘણી મુશ્કેલી થઈ રહી છે.
READ MORE :
ટ્રમ્પનું ગઠ્ઠુ વચન: ગ્રીન કાર્ડ માટે ગેરકાયદે લગ્ન પર જેલની સજા!
3,286.11 હેક્ટર જમીન આગમાં ખાક
આગમાં કુલ 3,286.11 હેક્ટર જમીન ખાક થઈ ગઈ છે.
ઉત્તર ગ્યોંગસાંગ પ્રાંતના યુઇસોંગ અને સાન્ચેઓંગમાં 1,000 હેક્ટરથી વધુ જમીન નાશ પામી છે.
અધિકારીઓ આગને બુઝાવવાના પ્રયાસો ચાલુ રાખતા લગભગ 1,500 રહેવાસીઓને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
સવારે 8 વાગ્યા સુધીમાં અગ્નિશામકો દક્ષિણપૂર્વીય પ્રદેશના ચાર વિસ્તારોમાં જંગલની આગ ઓલવવાનું કામ કરી રહ્યા હતા.
READ MORE :
લંડનની હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ, પાવર સબસ્ટેશનમાં લાગેલા આઘાતક આગથી વિમાનો પર અસર
ટ્રમ્પનો નવો નિર્ણય : બાઇડેનના બાળકો માટે સિક્રેટ સર્વિસ સેવા પર પ્રતિબંધ
સૌરાષ્ટ્રના લોકો માટે મોટી રાહત: હાઈવે ટોલ ટેક્સમાં આજેથી ઘટાડો!